Covid Vaccine Update: ભારત બાયોટેક (Bharat Biotech)ની કોવિડ-19 વેક્સીન કોવેક્સીન (Covaxin)ને ડ્રગ કન્ટ્રોલર ઓફ ઈન્ડિયા (DCGI)ની ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળ્યા બાદ અનેક લોકો તેની ટીકા કરી રહ્યાછે. તેની સુરક્ષા, પ્રભાવશીલતા અને ડેટા પર પારદર્શિતાને લઈને અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ દરમિયાન ભારત બાયોટેક ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર કૃષ્ણા એલ્લાએ કહ્યું કે, કોવેક્સીન 200 ટકા સુરક્ષિત છે, અમને વેક્સીન બનાવવાનો અનુભવ છે અને અમે વિજ્ઞાનને ગંભીરતાથી લઈએ છીએ. સાઇડ ઇફેક્ટને લઈને કંપનીએ કહ્યું કે જો કોઈ ઇમ્યૂનો કોમ્પ્રોમાઇઝ્ડ છે કે પછી કોઈને પહેલાથી કોઈ બીમારી છે અને દવા ચાલી રહી છે તો એવા લોકો હાલ કોવેક્સીન ન લે. ભારત બાયોટેકે કોવેક્સીનની વિગતવાર ફેક્ટશીટમાં જાણકારી આપી છે. (પ્રતીકાત્મક તસવીર)
આ પહેલા સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે એવા દર્દી જે ઇમ્યૂનો સપ્રેસમેન્ટ છે કે પછી ઇમ્યૂન ડેફિશીયન્સીનો શિકાર છે તેઓ પણ વેક્સીન લઈ શકે છે. જોકે, ટ્રાયલમાં આવા લોકો પર વેક્સીનની અસર અપેક્ષાકૃત ઓછી જોવામાં આવી છે. સામાન્ય રીતે કીમોથેરપી કરાવી રહેલા કેન્સરના દર્દી, એચઆઇવી પોઝિટિવ લોકો એન સ્ટેરોઇડ લેનારા લોકો ઇમ્યૂનો-સપ્રેસ્ડ હોય છે. એટલે કે તેમની ઇમ્યૂનિટી નબળી હોય છે. (પ્રતીકાત્મક તસવીર)
બ્લડ થીનર્સના શિકાર પણ ન લે વેક્સીન - ભારત બાયોટેકે એવું પણ કહ્યું કે, એવા લોકો જેમને લોહી સાથે જોડાયેલી બીમારી છે કે પછી બ્લડ થીનર્સનો શિકાર છે, તેઓ પણ કોવેક્સીનનો ડોઝ ન લે. બીજી તરફ, જેઓ હાલ બીમાર છે, થોડા દિવસની તાવ છે કે પછી કોઈ એલર્જી છે તેમને પણ કોવેક્સીનનો ડોઝ ન લેવો જોઈએ. ગર્ભવતી મહિલાઓ અને બ્રેસ્ટ ફીડિંગ કરાવતી માતાઓને સરકારે પહેલાથી જ વેક્સીનેશનની બહાર રાખી છે. (પ્રતીકાત્મક તસવીર)
સાઇડ ઇફેક્ટ દેખાતા કરાવવો પડશે RT-PCR ટેસ્ટ - ભારત બાયોટેકે પોતાની ફેક્ટશીટમાં એવી પણ ભલામણ કરી છે કે જો કોવેક્સીનનો ડોઝ લીધા બાદ કોઈનામાં કોવિડ-19થી સંક્રમિત થવાના લક્ષણ જોવા મળે છે તો RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. ત ના પરિણામને જ પુરાવો માનવામાં આવશે. ભારત બાયોટેકે કહ્યું કે આ સૂચના રક્ષાત્મક તરીકે આપવામાં આવી છે. (પ્રતીકાત્મક તસવીર)