

નવી દિલ્હીઃ ફાઇઝર (Pfizer) અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) બાદ હૈદરબાદની ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેક (Bharat Biotech)એ સોમવારે પોતાની કોવિડ-19 વેક્સીન (Covid-19 Vaccine) માટે ઇમરજન્સી ઉપયોગ (Emergency use)ની સ્વીકૃતિ મેળવવા માટે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ને અરજી કરી છે. (પ્રતીકાત્મક તસવીર)


કોવૈક્સીન વેક્સીનનો વિકાસ ભારત બાયોટેક દ્વારા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સાથે મળી સ્વદેશમાં કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્ર્ન મોદીએ 4 ડિસેમ્બરે એક સર્વપક્ષીય બેઠકમાં આશા વ્યક્ત કરી હતી કે કોવિડ-19ની વેક્સીન થોડાક સપ્તાહમાં તૈયાર થઈ શકે છે. (પ્રતીકાત્મક તસવીર)


ફાઇઝર અને સીરમ ઇન્સ્ટિટ્યૂટે માંગી છે મંજૂરી - અમેરિકાની ફાર્મા. કંપની ફાઇઝરના ભારતીય યૂનિટે DCGIને પોતાની વેક્સીનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી છે. આ પહેલા આ કંપનીને બ્રિટન અને બહરીનમાં આ પ્રકારની સ્વીકૃતિ મળી ચૂકી છે. સીમર ઇન્સ્ટિટ્યૂટે ઓક્સફર્ડની કોવિડ વેક્સીન કોવિશીલ્ડ માટે 6 ડિસેમ્બરે આ સંબંધમાં મંજૂરી માંગી હતી. (પ્રતીકાત્મક તસવીર)


ભારત બાયોટેક, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા તથા ફાઇઝરની અરજીઓ પર CDSCOમાં કોવિડ-19 પર વિષય વિશેષજ્ઞ સમિતિ આવનારા દિવસોમાં વિચાર કરશે. (પ્રતીકાત્મક તસવીર)