દુનિયાભરના લોકો કોરોના વાયરસ (Coronavirus) પ્રકોપ સામે અત્યારે લડી રહ્યા છે. અનેક શક્તિશાળી દેશોએ કોરોના સામે પાંગળા અનુભવી રહ્યા છે. આ સંકટના સમયે ભારત પણ અન્ય દેશોની જેમ કોરોના સાથે જંગ લડી રહ્યા છે. આ કારણે જ તાવથી ત્રસ્ત થયેલો એક બાંગ્લાદેશી (Bangladesh) યુવકે કુશિયારા નદીમાં તરીને અસમની સીમામાં દાખલ થયો. અહીં પહોંચીને તેણે કરીમપુર જિલ્લાના મુબારકપૂરના ગ્રામીણોને જણાવ્યું કે તેને કોરોના છે. અને તેની સારવાર માટે તેને મદદની જરૂર છે.
આ યુવકની ઓળખ અબ્દુલ હકના રૂપે કરવામાં આવી છે. અબ્દુલ બાંગલાદેશના સુનામગંજ જિલ્લાનો રહેવાસી છે. જ્યાંથી કરીમગંજના મુબારકપુર વિસ્તાર ખાલી ચાર કિલોમીટરના અંતરે છે. બીએસએફના પ્રવક્તા અને ડીઆઇજી જેસી નાયકે જણાવ્યું કે યુવક કુશિયારા નદી પાર કરીને રવિવારે સવારે 7:30 વાગે ભારતીય સીમામાં દાખલ થયો. ગામ વાળાએ તેનો જોતા જ તેને રોક્યો. વાતચીતમાં ખબર પડી કે તે બાંગ્લાદેશી નાગરિક છે.