મધ્યપ્રદેશના બાગેશ્વર ધામ સરકારનાં પ્રમુખ તરીકે જાણીતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સમર્થનમાં સોમવારે મોટી સંખ્યામાં લોકો રાજસ્થાનનાં કોટાની શેરીઓમાં ઉમટી પડ્યા હતા. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સમર્થકોએ પહેલા રેલી કાઢી અને પછી કમિશનરની ઓફિસની બહારના ગેટ પર સામૂહિક રીતે હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.