બદ્રીનાથમાં શુક્રવારના રોજથી બરફવર્ષા શરૂ થઇ ગઇ છે. જો કે શનિવાર સવાર સુધીમાં ત્યાં એક ફુટ જેટલો બરફ પડી ચુક્યો છે. હાલમાં પણ સતત બરફવર્ષા થઇ રહી છે. તમને જણાવી દઇએ કે, રવિવારના રોજ સાંજે એટલે કે, 7 વાગ્યાના 28 મિનિટે બદ્રીનાથના કપાટ બંધ થઇ જશે. સતત થઇ રહેલી આ બરફવર્ષામાં પણ શ્રધ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો નથી. નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીર, બદ્રીનાથ અને હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા થતાં જાણે કુદરત સફેદ ચાદર ઓઢીને બેસી ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે.