

નવી દિલ્હીઃ કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયએ (Health ministry of india) મંગળવારે કોવિડ-19 (covid-19)ની સારવાર માટે આયુર્વેદ (Ayurveda) અને યોગ (Yoga) ઉપર આધારિત ગાઈડલાઈન (corona guideline) અને પ્રોટોકોલ જાહેર કર્યા છે. નેશનલ ક્લીનિકલ પ્રોટોકોલ કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય અને આયુષ મંત્રાલયના (Ministry of AYUSH) સહિયોગથી રજૂ કરવામાં આપ્યા હતા. નવા પ્રોટોકોલનો ઉદેશ્ય પારંપરિત રીતે કોરોનાના માઈલ્ડ અથવા એસિમ્પ્ટોમેટિક કેસોની (Asymptomatic cases) સારવાર કરવાનો છે.


એક અધિકારી પ્રમાણે દેશના વિવિધ ભાગોમાં આના ઉપયોગથી જાણવા મળ્યું છે કે કોવિડ-19ની સારવાર માં આયુર્વેદ અને યોગનો મહત્વનો રોલ છે. આ પ્રોટોકોલ આયુષ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ટાસ્ક ફોર્સની ભલામણોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવે છે કે સારવાર માટે પારંપરિક રીતે કોવિડ-19ના તમામ લક્ષણોને કાબૂમાં લઈ શકાય છે.


ગળામાં દર્દ, થાક, શ્વાસ લેવામાં તકલીફ, હાઈપોક્સિયા, તાવ, માથામાં દુખાવા જેવા લક્ષણોમાં રાહત મેળવવા માટે આ ઉપાયોગ કારગર છે. અશ્વગંધા, ચ્વવનપ્રાશ, નાગરાદિ કશાયં સિતોપલાદિ ચૂર્ણ અને વ્યોષાદિ વટી જેવી જડી બુટીઓ અને મિશ્રણોને આ પ્રોટોકોલમાં સમાવવામાં આવ્યા છે. આ બધી જ આયુર્વેદીક દવાઓ આયુર્વેદિક પ્રેક્ટિશનરની સલાહ સાથે દર્દીઓની આપી શકાય છે. (સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન)


કોવિડ-19ના દર્દીઓની ઈમ્યુનિટીને બૂસ્ટ કરવા માટે પ્રોટોકોલમાં યોગની ભલામણ કરવામાં આવી છે. જે માત્ર આયુષ પ્રેક્ટશનર્સની સલાહ ઉપર કરી શકાશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનને જણાવ્યું હતું કે, કોઈપણ આસ્થા અને વિશ્વાસ અલગ હોય છે પરંતુ આયુર્વેદ ઉપર બધાને વિશ્વાસ છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રોટોકોલ ICMR અને CSIRની દેખરેખમાં થયેલા ક્લીનિકલ સ્ટડી બાદ ડિઝાઈન કરવામાં આવ્યો છે.


નવાયું પાણીમાં થોડી હળદર અને મીઠું મિક્સ કરીને કોગળા કરવા. ત્રિફળા મિક્સ કરીને પણ તમે સમય સમય પર નવાયા પાણી સાથે કોગળા કરી શકો છો. નાકમાં શીશમ કે નારિયલીના તેલના ટીંપા જરૂર નાંખો. તમે ઈચ્છો તો ગાયના શુદ્ધ દેશી ઘીનો દિવસમાં બે વાર નિયમિત રૂપથી નાકમાં નાંખી શકો છો.


ગરમ પાણીમાં જીરું, ફૂદીનો અને યુકીલિપ્ટસનું તેલ નાંખીને એક વકટ સ્ટીમ લઈ શકો છો. પીવાનું પાણી ગરમ કરીને તેમાં આદુ અને ધાણા અથવા જીરું નાખીને તેને પી શકો છો. રાત્રે ઉંઘતા પહેલા એક ચમચી હળદળ વાળું દૂધ પીવો. ડાયજેશન ખરાબ હોવાની સ્થિતિમાં આવું કરવાથી બચો. દિવસમાં એકવાર આયુષ ઉકાળો અને ક્વાથ જરૂર લો.


ભારે તાવ, માથાનો દુખાવો, શરીર દુઃખવું આવી સ્થિતિમાં દિવસમાં બે વાર 20 એમએલ નાગરાદિ કશાયનું સેવન કરો. ખાંસીમાં આરામ માટે દિવસમાં બે વખત સિતોપલાદિ ચૂર્ણનું બે ચમચી મધ સાથે સેવન કરો. લોસ ઓફ ટેસ્ટ અથવા ગળામાં ખરાશથી રાહત માટે વ્યોપાદિ વટીની 1-2 ગોળી ચૂશો. (તમામ પ્રતિકાત્મક તસવીરો)


થાકમાંથી મૂક્તિ માટે દરરોજ 10 ગ્રામ ચ્વવનપ્રાશ ગર્મ દૂધ અથવા નવાયા પાણી સાથે લો. હાઈપોક્સિયાથી રાહત માટે 10 ગ્રામ વસાવલેહ ગરમ પાણી સાથે લેવાનું ન ભૂલો. ડાયરિયા જેવી ફરિયાદમાં 1 ગ્રામ કુતાજા ઘના વટીનું દિવસમાં ત્રણ વખત સેવન કરો. શ્વાંસ લેવાની તકલીફ થવા ઉપર 10 મિલિમિટર કનકાસવને એટલા જ પાણીમાં મિક્સ કરીને દિવસમાં બે વાર પીવો.