

વોશિંગ્ટન : અમેરિકા (US)માં ભારતના (India) રાજદૂત તરનજીત સિંહ સંધૂ (Taranjit Singh Sandhu)એ કહ્યું કે ભારત અને અમેરિકામાં આયુર્વેદિક ચિકિત્સક (Ayurveda) અને શોધકર્તા કોરોના વાયરસ સામે બચાવ માટે આયુર્વેદિક દવાઓનું સંયુક્ત ક્લિનિકલ પરીક્ષણ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. પ્રતિષ્ઠિત ભારતીય-અમેરિકી વૈજ્ઞાનિકો, વિદ્વાનો અને ડોક્ટરોના સમૂહને ડિજીટલ સંવાદમાં સંધૂએ કહ્યું હતું કે સંસ્થાગત ભાગીદારીના વ્યાપક નેટવર્કથી કોવિડ-19 સામે લડાઈમાં બંને દેશોના વૈજ્ઞાનિક સમુદાય એક સાથે આવી ગયા છે.


તરનજીત સિંહ સંધૂએ કહ્યું કે આપણા સંસ્થાન સંયુક્ત શોધ, શિક્ષણ અને પ્રશિક્ષણ કાર્યક્રમો દ્વારા આયુર્વેદનો પ્રચાર કરવા માટે એક સાથે આવી ગયા છીએ. બંને દેશોના આયુર્વેદિક ચિકિત્સક અને શોધકર્તા કોવિડ-19 સામે બચાવ માટે આયુર્વેદિક દવાઓનું સંયુક્ત ક્લિનિકલ પરીક્ષણ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. આપણા વૈજ્ઞાનિક આ મોરચા પર જ્ઞાન અને અનુસંધાનના સંશાધનોનું આદાન-પ્રદાન કરી રહ્યા છે.


સંધૂએ કહ્યું હતું કે ભારતીય દવા કંપનીઓ સસ્તી દવા અને ટિકા બનાવવામાં અગ્રણી છે અને આ મહામારી સામે લડાઇમાં મહત્વની ભૂમિકા નિભાવશે. રાજદૂતના મતે અમેરિકા સ્થિત સંસ્થાનો સાથે ભારતીય દવા કંપનીઓની ઓછામાં ઓછી ત્રણ ભાગીદારી ચાલી રહી છે. આનાથી ફક્ત ભારત અને અમેરિકાને જ નહીં પણ દુનિયાભરના તે અરબો લોકોને પણ લાભ મળશે જેમને કોવિડ-19ના બચાવ માટે ટિકાની જરૂર છે.


કોરોના વાયરસને માત આપવા માટે આયુષ મંત્રાલયે આયુર્વેદનો સહારો લીધો છે. અલક્ષણિક અને ગંભીર દર્દીઓને આયુષ-64, અગસ્તય હરીતકી અને અણુ તેલ આપવાની તૈયારી છે. આ ત્રણેય દવા ઉધરસ, તાવ અને શ્વાસના લક્ષણવાળા દર્દીઓને આપવામાં આવશે. પરિણામ શાનદાર આવ્યા પછી સામાન્ય નાગરિકોને પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આને લઈને આયુષ મંત્રાલયે ગાઇડલાઇન પણ જાહેર કરી છે.