

નવી દિલ્હીઃ અયોધ્યા (Ayodhya)માં રામ મંદિર (Ram Lalla Temple)ની 200 ફુટ નીચે એક ટાઇમ કેપ્સૂલ (Time Capsule) નાખવામાં આવશે. આ કેપ્સૂલ એક પ્રકારનો ઐતિહાસિક દસ્તાવેજ હશે, જેમાં રામ મંદિરના ઈતિહાસ (Ayodhya Ram Temple History)થી લઈને વિવાદ (Ayodhya Dispute) સુધીની તમામ જાણકારીઓ હશે. તે એટલા માટે રાખવામાં આવશે જેથી હજારો વર્ષો બાદ પણ જો કોઈ ખોદકામમાં કેપ્સૂલ મળે તો તે સમયના લોકોને રામ જન્મભૂમિ વિશે માહિતી મળી શકે. હવે વાત એ છે કે આ ટાઇમ કેપ્સૂલ શું હોય છે અને તે કેવી રીતે કામ કરે છે. આવો જાણીએ કેપ્સૂલ વિશે બધું જ... (પ્રતીકાત્મક તસવીર)


ટાઇમ કેપ્સૂલ શું હોય છે? - ટાઇમ કેપ્સૂલ એક બૉક્સ હોય છે જે કોઈ પણ આકારનું હોઈ શકે છે. સામાન્ય રીતે તેને તાંબાથી બનાવવામાં આવે છે જેથી જમીન નીચે દટાયેલું હોવા છતાંય વધુમાં વધુ સમય સુધી ટકેલું રહે છે. લોખંડથી બનેલા બૉક્સમાં કાટ લાગવાની શક્યતા હોય છે અને તેમાં રાખવામાં આવેલી સામગ્રી નષ્ટ થવાનો ડર રહે છે. (તસવીર-pixabay)


કોઈ પણ પ્રકારના કેમિકલ રિએક્શનથી બચવા માટે ટાઇમ કેપ્સૂલ એટલી મજબૂત હોય છે કે તે દરેક પ્રકારના હવામાન અને પરિસ્થિતિમાં સુરક્ષિત રહે. જૂના સમયમાં પણ ટાઇમ કેપ્સૂલનો ઉપયોગ થતો હતો. ત્યારે ટાઇમ કેપ્સૂલને કાચના ડબ્બા કે બોટલના રૂપમાં બનાવવામાં આવતી હતી. (તસવીર-wallpaperflare)


વિશેષજ્ઞોને કેપ્સૂલની પદ્ધતિ સામે વાંધો - આમ તો, પુરાતત્વવિદ અને અનેક ઈતિહાસકાર ટાઇમ કેપ્સૂલની ટીકા પણ કરતા રહે છે. તેમનું માનવું છે કે ઘણી વાર કેપ્સૂલમાં બિનજરૂરી જાણકારી મૂકવામાં આવે છે જે કોઈનું મહિમામંડન હોય છે. આવી કેપ્સૂલ્સ મળવાથી પુરાતત્વવિદોને કોઈ ખાસ ફાયદો નથી થતો. (પ્રતીકાત્મક તસવીર)


વિશેષજ્ઞોને કેપ્સૂલની પદ્ધતિ સામે વાંધો - આમ તો, પુરાતત્વવિદ અને અનેક ઈતિહાસકાર ટાઇમ કેપ્સૂલની ટીકા પણ કરતા રહે છે. તેમનું માનવું છે કે ઘણી વાર કેપ્સૂલમાં બિનજરૂરી જાણકારી મૂકવામાં આવે છે જે કોઈનું મહિમામંડન હોય છે. આવી કેપ્સૂલ્સ મળવાથી પુરાતત્વવિદોને કોઈ ખાસ ફાયદો નથી થતો. (પ્રતીકાત્મક તસવીર)


વિશેષજ્ઞોનું કહેવું છે કે જો ટાઇમ કેપ્સૂલમાં મૂકવામાં આવેલી વસ્તુઓ કોમ્પ્યૂટરની ભાષામાં છે તો શક્ય છે કે આજથી હજારો વર્ષો બાદ તે બેકાર થઈ જશે. ત્યારે ટેકનીક એટલી આગળ જઈ ચૂકી હશે કે આપણી ટેકનીકથી બનેલી ચીજો જૂની અને બેકાર થઈ જશે. એવામાં જાણકારી ડિકોડ નહીં કરી શકાય. (PTI Photo)