રામની નગરી અયોધ્યા (Ayodhya) જે વાતની વર્ષોથી રાહ જોતી હતી તે આજે પૂરી થવા જઇ રહી છે. આજે અહીં રામ મંદિર નિર્માણનો પાયો નાંખવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narenda Modi) રામ મંદિરના ભૂમિ પૂજન સ્થળે પહોંચશે. ત્યારે કોરોના વાયરસના કારણે અહીં ભૂમિ પૂજન વખતે સીમિત સંખ્યામાં અતિથિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. વળી અહીં હાજર તમામ અતિથિઓને વિશિષ્ટ ઉપહાર અને પ્રસાદ મળશે.