અયોધ્યા: રામ પથ નિર્માણમાં હજારો વર્ષ જૂની ઈમારતો ધરાશાયી કરી દેવામાં આવી રહી છે. અયોધ્યામાં નવા ઘાટથી સહઆદતગંજ સુધી 13 કિમીના મુખ્યમાર્ગથી ફોરલેન પ્લાન અંતર્ગત આ યોજના પર કામ થઈ રહ્યું છે. તેને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ બાદ દુકાનો તથા ભવનો હટાવાનું કામ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ જ ક્રમમાં અયોધ્યાના નવા ઘાટમાં છેલ્લા 2 દિવસથી જૂની અને ઊંચી બિલ્ડીંગ ધરાશાયી કરવાનું કામ ચાલી રહ્યું છે. બિલ્ડીંગ હજારો વર્ષ જૂની છે, જે હવે ઈતિહાસના પન્નામાં દબાઈને રહી જશે.
અયોધ્યા પ્રાચીન નગરી રહી છે, અહીંના ભવનો સેંકડો વર્ષ જૂના છે. પણ રામ મંદિર નિર્માણ અને ક્ષદ્ધાળુની વધતી સંખ્યાને લઈને રાજ્ય સરકારે રોડ પહોળા કરવાની યોજના બનાવી છે. તેમાં હનુમાનમઢીથી રામ જન્મ ભૂમિ ભક્ત પથ, સુગ્રીમ કિલાથી રામ જન્મભૂમિ પથ અને નવા ઘાટથી સહાદતગંજ સુધીનો માર્ગ રામપથ તરીકે બની રહ્યો છે. આ યોજનામાં મોટી સંખ્યામાં પ્રાચીન ઈમારતોને પ્રભાવિત કરવામાં આવી રહી છે.