Home » photogallery » national-international » PHOTOS: અયોધ્યામાં રામલલાની ત્રણેય આરતીનો લ્હાવો લેવો હોય તો અહીં મળશે પાસ

PHOTOS: અયોધ્યામાં રામલલાની ત્રણેય આરતીનો લ્હાવો લેવો હોય તો અહીં મળશે પાસ

સર્વેશ શ્રીવાસ્તવ/અયોધ્યા: અયોધ્યામાં ભવ્ય મંદિરનું બાંધકામ તીવ્ર ગતિએ ચાલી રહ્યું છે. ડિસેમ્બર 2023માં મંદિરના પ્રથમ તબક્કાનું કામ પુરુ થઈ જશે અને જાન્યુઆરીમાં ભગવાન રામ વિરાજમાન થશે. ત્યારે આવા સમયે દરરોજ શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધી રહી છે. ભક્તો પોતાના આરાધ્ય દેવના દર્શન પૂજન કરવા માટે સમગ્ર દેશમાંથી અયોધ્યા આવી રહ્યા છે.

  • Local18
  • |
  • | Ayodhya, India

  • 14

    PHOTOS: અયોધ્યામાં રામલલાની ત્રણેય આરતીનો લ્હાવો લેવો હોય તો અહીં મળશે પાસ

    ત્યારે આવા સમયે લોકોની સુખ સુવિધા માટે શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તત્પર છે. શ્રદ્ધાળુઓની સંખ્યાને જોતા સુગ્રીમ કિલા ભક્તિ પથ પાસે અસ્થાઈ સુવિધા કેન્દ્ર બનાવ્યું છે. જ્યાંથી શ્રદ્ધાળુઓ આરામથી બેસી શકશે, પીવાના પાણીની વ્યવસ્થા, આવવા જવામાં કોઈ પરેશાની ન થાય. તેવી સુવિધા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સહાયતા સુવિધા કેન્દ્ર પર આપી છે.

    MORE
    GALLERIES

  • 24

    PHOTOS: અયોધ્યામાં રામલલાની ત્રણેય આરતીનો લ્હાવો લેવો હોય તો અહીં મળશે પાસ

    દરેક રામભક્ત ઈચ્છે છે કે, અમે અમારા આરાધ્ય દેવના દર્શન સાથે સાથે આરતીમાં પણ જોડાઈએ. તેના માટે આપને એક પાસની જરુર પડશે. જે બાદ આપ રામલલાની ત્રણેય આરતીમાં જોડાઈ શકશો. પહેલા આ પાસ આપને દર્શન માર્ગ પર હંગામી કાર્યાલય પર મળી જતો હતો. પણહવે વધતી સંખ્યાને જોઈ આરતીમાં પાસ બનાવવા માટે બિરલા ધર્મશાળાની સામે બની રહેલા, ભક્તિ પથ સુગ્રીમ કિલાની બાજૂમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પોતાની સહાયતા સુવિધા કેન્દ્ર બનાવ્યું છે. જ્યાં રામલલાની ત્રણેય આરતીમાં સામેલ થવા માટે પાસ બનાવવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 34

    PHOTOS: અયોધ્યામાં રામલલાની ત્રણેય આરતીનો લ્હાવો લેવો હોય તો અહીં મળશે પાસ

    તેના માટે આપે સહાયતા સુવિધા કેન્દ્ર પર જઈને આઈડી પ્રુફ, ડ્રાઈવિંગ લાયસન્સ, વોટર આઈડી, પાસપોર્ટ, આધાર કાર્ડમાંથી એક એક લાવવાનું ફરજિયાત છે. જે બાદ આપનો પાસ બનશે. આમ તો રામલલાની ત્રણ આરતી થાય છે. સવારની આરતી, બપોરની આરતી, સાંજની આરતી, ત્રણેય આરતીમાં એક વારમાં 60 શ્રદ્ધાળુઓ જોડાઈ શકે છે. સવારની આરતીમાં 6.30 કલાકે, બપોરની આરતી 12.00 કલાકે અને સાંજની આરતી 7.30 કલાકે થાય છે. સવારની આરતીમાં 30 લોકો, બપોરની આરતીમાં 15 લોકો અને સાંજની આરતીમાં 60 લોકો સામેલ થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 44

    PHOTOS: અયોધ્યામાં રામલલાની ત્રણેય આરતીનો લ્હાવો લેવો હોય તો અહીં મળશે પાસ

    શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કેમ્પ કાર્યાલયના પ્રભારી પ્રકાશ ગુપ્તા જણાવે છે કે, જન્મભૂમિ પથ પર હંગામી કાર્યાલય બનાવ્યું છે. જ્યાં શ્રદ્ધાળુઓને ફ્રીમાં વ્યવસ્થા સાથે સાથે બેસવાની અને પાણી પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત હજુ સુધી દર્શન માર્ગ પર બનેલ હંગામી કાર્યાલય પર રામ લલાની આરતીમાં સામેલ થવા માટે પાસ બનાવવામાં આવતા હતા. પણ હવે જન્મભૂમિ પથ પર બનેલા હંગામી કાર્યાલય પર પાસ બનાવામાં આવે છે.

    MORE
    GALLERIES