

અયોધ્યાઃ રામ નગરી અયોધ્યા (Ayodhya)માં આ વખતે શાનદાર રામલીલાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામલીલામાં બોલિવૂડના સ્ટાર્સની સાથો સાથ ભોજપુરી ફિલ્મોના અભિનેતા પણ અભિનય કરી રહ્યા છે. આ કારણથી આ વર્ષે અયોધ્યામાં ચાલી રહેલી રામલીલા (Ram Leela) દેશ ઉપરાંત સમગ્ર દુનિયામાં પ્રસિદ્ધ થઈ ગઈ છે. લોકો સોશિયલ મીડિયાના વિભિન્ન માધ્યમોથી ઘરે બેઠા જ રામલીલા જોઈ રહ્યા છે. દૂરદર્શન ચેનલ પર તેનું સીધું પ્રસારણ પણ થઈ રહ્યું છે. અયોધ્યાની રામલીલાના આયોજકોનું કહેવું છે કે વિભિન્ન માધ્યમો પર તેનું પ્રસારણ જોનારા દર્શકોની સંખ્યા 10 કરોડને પાર પહોંચી ગઈ છે.


મૂળે, 9 દિવસીય રામલીલાનું પ્રસારણ અહીં સરયુ નદીના કિનારે સ્થિત લક્ષ્મણ કિલ્લા મંદિરથી કરવામાં આવી રહ્યું છે. તેમાં ફિલ્મી કલાકારો અને અભિનેતાથી નેતા બનેલા લોકો અભિનય કરી રહ્યા છે. રામલીલાનું પ્રસારણ ઉર્દૂ સહિત 14 ભાષાઓમાં કરવામાં આવી રહ્યું છે.


રામલીલાના નિર્દેશક સુભાષ મલિકે કહ્યું કે દૂરદર્શન, યૂટ્યૂબ અને અન્ય સોશિયલ મીડિયા મંચો પર દર્શાવવામાં આવી રહેલી રામલીલાએ એક કીર્તિમાન રચી દીધો છે કારણ કે તેના દર્શકોની સંખ્યા 10 કરોડને પાર થઈ ગઈ છે.


પ્રસારણ સમાપ્ત થવા સુધીમાં આ સંખ્યા બમણી થઈ જશે - સુભાષ મલિકે વધુમાં કહ્યું કે, અમને આશા છે કે પ્રસારણ સમાપ્ત થવા સુધીમાં આ સંખ્યા બમણી થઈ જશે. કોવિડ-19ના નિયમોને કારણે લોકોને આયોજન સ્થળ પર આવીને રામલીલા જોવાની મંજૂરી નથી. આ રામલીલા 17 ઓક્ટોબરે શરૂ થઈ હતી અને 25 ઓક્ટોબરે રાવણ દહનની સાથે તેનું સમાપન થશે.


સુભાષ મલિકે કહ્યું કે, તેના માટે સો ફુટ ઊંચું રાવણનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે. તેઓએ કહ્યું ક, અમે આ પ્રસંગે મુખય અતિથિ બનવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. નોંધનીય છે કે, અયોધ્યામાં રજૂ થતી રામલીલામાં ભોજપુરી ફિલ્મ સ્ટાર અને સાંસદ રવિ કિશન ભરતને રોલ પ્લે કરી રહ્યા છે. બીજી તરફ ગાયક અને પૂર્વ દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારી અંગદની ભૂમિકામાં છે.