20 જુલાઈ સુધીમાં જવાબ આપવો પડશેઃ મૂળે, એનડીટીવીના રિપોર્ટ મુજબ, કેન્દ્રીય શિક્ષા મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી પેરેન્ટ્સના ફિડબેક લેવા માટે કહ્યું છે કે ક્યારથી સ્કૂલ ફરી ખોલવાને (Schools Re Opening) લઈ સહજ છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય (Human Resource Development Ministry)ના સ્કૂલ એજ્યૂકેશન એન્ડ લિટરલી વિભાગ દ્વારા મોકલવામાં આવેલા સર્કુલરમાં પેરેન્ટ્સને પણ પૂછવામાં આવ્યું છે કે સ્કૂલ શરૂ કર્યા બાદ તેમની શું અપેક્ષા છે.
અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડોઃ કોરોના વાયરસના કારણે દેશમાં 16 માર્ચથી જ સ્કૂલ તથા કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાન બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે, જૂનના અંતમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું હતું કે 31 જુલાઈ સુધી સ્કૂલ અને કોલેજ બંધ રાખવામાં આવશે. કોરોના વાયરસથી ઊભી થયેલી સ્થિતિને કારણે સરકારે અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.