

હિમાચલ પ્રદેશના રોહતાંગ પાસ પર દુનિયાની સૌથી વધુ ઊંચાઇ વાળા સ્થળે સ્થિત અટલ રોહતાંગ સુરંગ (Atal Rohtang tunnel) હવે બનીને તૈયાર છે. સુરક્ષા દ્રષ્ટ્રિકોણથી પણ આ સુરંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સીમા સંગઠન (BRO) દ્વારા પૂર્ણરૂપથી બનેલી આ સુરંગનો સપ્ટેમ્બરના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે. આ અટલ રોહતાંગ સુરંગને પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપાઇના નામ પર રાખવામાં આવી છે. 10,171 ફીટની ઊંચાઇ પર બનેલી આ અટલ રોહતાંગ સુરંગ રોહતાંગ વિસ્તારના રસ્તાઓને જોડે છે. (Pic- BRO FIle)


આ દુનિયાની સૌથી ઊંચી અને લાંબી સુરંગ છે. તેની લંબાઇ 8.8 કિમી છે અને પહોળાઇ 10 મીટર છે. આ સુરંગ મનાલી અને લેહની વચ્ચેના 46 કિલોમીટર રસ્તોને ટૂંકો કરવાનું કામ કરે છે. હવે મનાલીથી લાહોલ અને સ્પીતિ ઘાટીની યાત્રા આ સુરંગ બનાવાથી 5 કલાકનો જે સમય લાગતો હતો તે હવે 10 મિનિટમાં પૂરો થઇ જશે. (PIC- twitter)


અટલ રોહતાંગ સુરંગ લેહ અને લદાખની આગળના ક્ષેત્રો માટે તમામ ઋતુમાં કનેક્ટિવિટી આપશે. વળી શિળાયા અને હિમવર્ષાના સમયે પણ આ રસ્તા ખુલ્લા રહેશે જે સૈન્ય દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે (Twitter)


આ સુરંગના કારણે લદાખમાં તેનાત ભારતીય સૈનિકોને સૌથી વધુ ફાયદો થશે. અને ઝડપથી હથિયાર અને અન્ય સામગ્રી શરદીના સમયે પણ માલ સામાન સરળતાથી પહોંચાડી શકશે. હવે આ માર્ગે લદાખના સૌનિકોને મોટી મદદ જલ્દીથી પહોંચાડી શકશે (Pic-Twitter)


સીમા સડક સંગઠન (BRO)ના એન્જિનિયર અને કર્મચારીઓએ આ સુરંગનું નિર્માણ કર્યું છે. શરદીના મુશ્કેલ સમયમાં સતત આ લોકોના કર્મચારીઓ ડેડલાઇન પૂરી કરવા માટે અહીં અવિરત કામ કરતા રહ્યા છે. તેમણે અહીંના માઇનસ 30 ડિગ્રીના તાપમાનમાં પણ કામ કર્યું છે. (Pic-Bro File)