

લંડન : બ્રિટિશ ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા, ઓક્સફર્ડ યૂનુવર્સિટી સાથે મળી સપ્ટેમ્બર મહિના સુધીમાં 2 બિલિયન કોરોના વેક્સિનનું ઉત્પાદન કરવાની યોજના બનાવી રહી છે. એસ્ટ્રાજેનેકાના મુખ્ય કાર્યકારી પાસ્કલ સોરિયોટે બીબીસી રેડિયોને જણાવ્યું કે, અત્યાર સુધી અમે ટ્રેક પર જ છીએ. હવે અમે આ વેક્સિનનું નિર્માણ કરી રહ્યા છીએ. અમારી વર્તમાન ધારણા એ છે કે, ગરમીઓના અંત સુધી એટલે કે ઓગસ્ટ સુધી અમારી પાસે તેનો પૂરો ડેટા હશે. આ બધા વચ્ચે અમેરિકાએ પણ કહ્યું કે, તેમણે પહેલાથી જ બે મિલિયન વેક્સિનનું ઉત્પાદન કરી લીધુ છે, જેની બસ સુરક્ષા તપાસ કરવાની બાકી છે.


તમને જણાવી દઈએ કે, બ્રિટનની ફાર્મા કંપની AstraZenecaએ થોડા દિવસ પહેલા ભારતીય કંપની સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓપ ઈન્ડિયા અને બિલગેટ્સ સમર્થિત બે ગ્લોબલ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાથે એક કરાર કર્યો છે. આ હેઠળ આ વર્ષે અને આગામી વર્ષ દરમિયાન AstraZenecaની સંભવિત કોરોના વાયરસ વેક્સિનના 2 અબજ ડોઝની સપ્લાય કરશે.


આ પહેલા કંપની અમેરિકા અને બ્રિટિશ સરકારને પણ સંભવિત કોરોના વાયરસની વેક્સિનની સપ્લાય માટે સહમતી આપી ચુકી છે. AstraZenecaએ 4 જૂન આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, તેણે દુનિયાની સૌથી મોટી વેક્સિન બનાવનારી કંપની સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયા સાથે એક કરાર કર્યો છે, જેના હેટળ મધ્યમ અને નિમ્ન આવક વર્ગના દેશોમાં તેમની સંભવીત કોરોના વાયરસ વેક્સિનના 1 અબજ ડોઝની સપ્લાય કરવામાં આવશે.


અમેરિકન સરકાર તરફથી 1 અબજ ડોલરથી વધારે અનુદાન<br />AstraZeneca ઓક્સફોર્ડયુનિવર્સિટી સાથે ભાગીદારીમાં કોરોના વાયરસ વેક્સિન બનાવી રહી છે, અને તેને આ વેક્સિનના વિકાસ માટે મુખ્ય કેન્ડિડેટ માનવામાં આવે છે. કંપનીને ગત મહિને પોતાની ટેસ્ટિંગ અને મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ વધારવા માટે અમેરિકન સરકારે 1 અબજ ડોલરથી વધારેનું અનુદાન મળ્યું હતું.


દુનિયામાં લગભગ 100 કોરોના વાયરસ વેક્સિનના વિકાસ પર કામ ચાલી રહ્યું<br />સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ મીડિયાને કહ્યું કે, તેમને AstraZeneca સાથે ભાગીદારીથી ગણી ખુશી છે. જેના કારણે ભારત અને દુનિયાના અન્ય નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશને કોરોના વેક્સિનની સપ્લાય મળી શકશે. છેલ્લા 50 વર્ષમાં સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયાએ વૈશ્વિક સ્તર પર વેક્સિન ઉત્પાદન અને આપૂર્તિ ક્ષેત્રે મોટી ઉપલબ્ધ મેળવેલી છે. તમને જણાવી દીએ કે, દુનિયામાં લગભગ 100 કોરોના વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. કોરોનાથી દુનિયાની લગભગ 65 લાખની આબાદી પ્રભાવિત થયેલી છે.