

નવી દિલ્હી : કોરોના સંકટના આ સમયમાં હવે એક વધુ આફત ધરતી તરફ વધી રહી છે. આ આફત આકાશમાંથી આવવાની છે જેના માટે 24 જુલાઈનો દિવસ ઘણો મહત્વનો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ (NASA) એક ચેતવણી જાહેર કરી છે કે, 24 જુલાઈના દિવસે એક મોટો ઉલ્કાપિંડ (Asteroid) ધરતીની નજીકથી પસાર થશે. નાસાના મતે આ ઉલ્કાપિંડ આકારમાં લંડન આઈથી (London Eye) પણ મોટો અને ખતરનાક હશે. (પ્રતિકાત્મક તસવીર)


તમને ણાવી દઈએ કે અમેરિકાની સ્પેસ એજન્સી NASA આવા એસ્ટરોઈડ્સ પર નજર રાખે છે. નાસાએ જણાવ્યું કે આ એસ્ટરોઈડ્સ લંડનના પ્રસિદ્ધ લેન્ડમાર્ક અને પર્યટન સ્થળ લંડન આઈથી મોટો હશે. લંડન આઈની ઉંચાઈ 443 ફૂટ છે. NASAના મતે ધરતીની સાવ નજીકથી પસાર થનાર આ ઉલ્કાપિંડ લંડન આઈથી આકારમાં 50 ટકા મોટો હોઈ શકે છે. તેનુ નામ Asteroid 2020ND આપવામાં આવ્યુ છે. આ ઉલ્કાપિંડ 170 મીટર પહોળી હશે. (પ્રતિકાત્મક તસવીર)


નાસાના મતે જ્યારે આ ઉલ્કાપિંડ ધરતીની પાસેથી પસાર થશે ત્યારે તેની ઝડપ લગભગ 48,000 કિમી/કલાકની રહેશે. આ ધરતીના 0.034 AU (Astronomical unit)ની રેન્જની અંદર સુધી આવશે. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ 150 મિલિયન કિલોમીટર બરાબર હોય છે એટલે કે જેટલું અંતર પૃથ્વી અને સુરજ વચ્ચે છે. નાસાએ કહ્યું છે કે આવા લગભગ 22 ઉલ્કાપિંડ છે જે આવનાર વર્ષોમાં પૃથ્વીની નજીક આવી શકે છે અને ટક્કરની સંભાવના બની શકે છે. (પ્રતિકાત્મક તસવીર)


નાસાની Sentry સિસ્ટમ આવા ખતરા પર પહેલાથી જ નજર રાખે છે. જેમાં આવનાર 100 વર્ષોમાં હાલ 22 એવા એસ્ટરોઇડ્સ છે જેમની ધરતી સાથે ટકરાવવાની થોડી સંભાવના છે. જેમાં સૌથી મોટો ઉલ્કાપિંડ 29075 (1950 DA)છે. જે 2880 સુધી આવશે નહીં. 2020-2025 વચ્ચે 2018 VP1 નામનો ઉલ્કાપિંડ ધરતી સાથે ટકરાવવાની સંભાવના છે. જોકે આ ફક્ત 7 ફૂટ પહોળો છે.(પ્રતિકાત્મક તસવીર)