

વોશિંગટનઃ અમેરિકાની સ્પેસ એજન્સી NASAએ જણાવ્યું છે કે 2020 RK2 નામનો એક એસ્ટરૉઇડ (Asteroid) ખૂબ જ ઝડપથી ધરતી તરફ આવી રહ્યો છે. તે સાત ઓક્ટોબરને ધરતીની કક્ષામાં પ્રવેશ કરશે જોકે તે ધરતીથી નજીકથી પસાર થઈ જવાની શક્યતા છે. NASAએ કહ્યું છે કે આ એસ્ટરૉઇડથી ધરતીને કોઈ નુકસાન નહીં થાય તેમ છતાંય વૈજ્ઞાનિક તેની ચાલ ઉપર સતત નજર રાખી રહ્યા છે. આ એસ્ટરૉઇડને સપ્ટેમ્બર મહીનામાં જ પહેલીવાર વૈજ્ઞાનિકોએ જોયો હતો. (પ્રતીકાત્મક તસવીર)


NASAના જણાવ્યા મુજબ, એસ્ટરરૉઇડ 2020 RK2 ધરતીની તરફ 24046 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આવી રહ્યો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ એસ્ટરૉઇડનો વ્યાસ 36થી 81 મીટર જ્યારે પહોળાઈ 118થી 265 ફુટ સુધી હોઈ શકે છે. આ એસ્ટરૉઇડ બોઇંગ 737 પેસેન્જર પ્લેન જેટલો મોટો હોવાનું કહેવાય છે. (પ્રતીકાત્મક તસવીર)


NASAએ જણાવ્યું કે આ એસ્ટરૉઇડ ધરતીથી જોવા નહીં મળે. ઇસ્ટર્ન ઝોન ટાઇમ મુજબ આ એસ્ટરૉઇડ બપોરે 1:12 વાગ્યે અને બ્રિટનના ટાઇમ મુજબ સાંજે 6:12 મિનિટ પર ધરતીથી ખૂબ નજીકથી પસાર થશે. નાસાને અનુમાન છે કે આ એસ્ટરૉઇડ ધરતીથી 2,378,482 માઇલના અંતરથી પસાર થઈ જશે. (પ્રતીકાત્મક તસવીર)


2025 સુધી કોઈ ખતરો નથી - નોંધનીય છે કે, 2020-2025ની વચ્ચે 2018 VP1 નામનો Asteroid પૃથ્વીથી ટકરાવવાની શકયતા છે પરંતુ તે માત્ર 7 ફુટ પહોળો છે. તેનાથી મોટો 177 ફુટનો Asteroid 2005 ED224 વર્ષ 2023-2064ની વચ્ચે પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે NASAના Sentry System આવા ખતરા પર પહેલાથી જ નજર રાખે છે. તેમાં આવનારા 100 વર્ષો માટે હાલ 22 એવા એસ્ટરૉઇડ છે જે પૃથ્વી સાથે ટકરાવવાની થોડી પણ શક્યતા છે. (પ્રતીકાત્મક તસવીર)