

ન્યૂયોર્કઃ અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસા (National Aeronautics and Space Administration- NASA)એ એક ચેતવણી જાહેર કરતાં જણાવ્યું છે કે લગભગ 170 મીટર મોટું ઉલ્કા પિંડ કે એસ્ટેરોઇડ (Asteroid 2020 ND) શુક્રવારે પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થશે. (પ્રતીકાત્મક તસવીર)


2020 ND નામના આ એસ્ટેરોઇડ પૃથ્વીથી લગભગ 0.34 એસ્ટ્રોનોમિકલ યૂનિટ (50 લાખ 86 હજાર 328 કિલોમીટર) અંતરથી પસાર થશે. નાસાએ કહ્યું કે આટલી નજીકથી પસાર થનારા એસ્ટેરોઇડના સંભવિત ખતરવાળી યાદીમાં રાખવામાં આવે છે. આ એસ્ટેરોઇડની ઝડપ 48 હજાર કિલોમીટર પ્રતિ કલાક છે. (પ્રતીકાત્મક તસવીર)


NASAએ કહ્યું કે, 0.05 એસ્ટ્રોનોમિકલ યૂનિટ કે તેનાથી ઓછા અંતરથી પસાર થનારો એસ્ટોરોઇડ પૃથ્વીની નજીક આવવાનો ખતરો હોય છે. તે જરૂરી નથી કે તેની અસર પૃથ્વી પર પડશે. (પ્રતીકાત્મક તસવીર)


ધ પ્લેનેટરી સોસાયટી મુજબ, ત્રણ ફુટના લગભગ 1 અબજ એસ્ટેરોઇડ હાજર છે, પરંતુ તેનાથી પૃથ્વી માટે કોઈ ખતરો નથી. 90 ફુટથી મોટા એસ્ટેરોઇડથી પૃથ્વીને ઘણું નુકસાન પહોંચવાનો ખતરો હોય છે. (પ્રતીકાત્મક તસવીર)


આ પહેલા 5 જૂને એક એસ્ટોરોઇડ પૃથ્વીથી 1 લાખ 90 હજાર માઇલના અંતરથી પસાર થયું હતું. એસ્ટેરોઇડ 2020 LD પૃથ્વી અને ચંદ્રની વચ્ચેથી પસાર થયો હતો. તેનો આકાર 400 ફુટનો હતો. (પ્રતીકાત્મક તસવીર)


વૈજ્ઞાનિકોએ 7 જૂન સુધી તેના વિશે કોઈ માહિતી નહોતી. જોકે, વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે આ એસ્ટેરોઇડ વધુ મોટો નહોતો, પરંતુ તે 2013માં સાઇબેરિયામાં કહેર ફેલાવનારા ચેલ્યાબિન્ક્સથી મોટો હતો. નોંધનીય છે કે, દર વર્ષે લગભગ 30 નાના એસ્ટેરોઇડ પૃથ્વી સાથે ટકરાય છે, પરંતુ પૃથ્વી પર મોટું નુકસાન પહોંચતું નથી. (પ્રતીકાત્મક તસવીર)