દુનિયામાં સૌથી ખતરનાક અટેક હેલિકૉપ્ટરની વાત થાય છે ત્યારે સૌથી પહેલા અમેરિકાના અટેક હેલિકૉપ્ટર અપાચે (Apache Helicopter)નું નામ આવે છે. આ તાકાતવાન હેલિકૉપ્ટર ભારતીય વાયુસેના (Indian Air force)માં સત્તાવાર રીતે આજે સામેલ થઈ ગયા. પઠાણકોટ એરબેઝ પર ભારતીય વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆ પોતાની નિવૃત્તિ પહેલા દુનિયાના સૌથી ખતરનાક અટેક હેલિકૉપ્ટરને ભારતીય વાયુસેનામાં સામેલ કર્યા.
ગ્રુપ કેપ્ટન એમ શયલુ સંભાળશે મોર્ચો : સંદીપ બોલ : આ અટેક હેલિકૉપ્ટર ત્રણ દશક જૂના MI 35 હેલિકૉપ્ટરનું સ્થાન લેશે. પહેલા અપાચે સ્ક્વોડર્નનું સુકાન ગ્રુપ કેપ્ટન એમ શયલુના હાથમાં હશે. તેઓ આ પહેલા કાર નિકોબારમાં MI-17 V5 હેલિકૉપ્ટર યૂનિટના કમાન્ડિંગ ઓફિસર હતા, જે અપાચે હેલિકૉપ્ટર પર તમામ પ્રકારની તાલીમ લઈ ચૂક્યા છે. આ હેલિકૉપ્ટરના સામેલ થવાથી ભારતની દુશ્મનના ઘરમાં ઘૂસીને મારવાની ક્ષમતા વધી છે. જાણો અપાચે હેલિકૉપ્ટરની ખાસિયતો...
મે મહિનામાં અમેરિકાએ કર્યા હતા હેન્ડઓવર : નોંધનીય છે કે, બોઇંગે હેલિકૉપ્ટર ભારતીય વાયુસેનાને 11 મેના રોજ અમેરિકામાં હેન્ડઓવર કર્યા હતા. 27 જુલાઈએ અપાચેનું પહેલું કન્સાઇન્મન્ટ ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર પહોંચ્યું હતું. પહેલા કન્સાઇન્મન્ટમાં 4 અપાચે હેલિકૉપ્ટર પહોંચ્યા હતા જેને અસેમ્બલ કરીને ઉડાવીને પઠાણકોટ લઈ જવામાં આવ્યા.