કોરોનાના કેસ (coronavirus, covid 19)દુનિયાભરમાં વધી રહી છે. અને ભારતમાં પણ સ્થિતિ તેવી જ છે. ત્યારે જ્યાં એક તરફ દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યાં જ બીજી તરફ હજી પણ અનેક લોકો માસ્ક ન પહેરવા (Anti Mask Protest) અને સોશિયલ ડિસ્ટન્સ ન રાખવા જેવા કામ પણ કરી રહ્યા છે. આવી જ વિચારધારા સાથે મુંબઇના (Mumbai) પ્રસિદ્ધ મરીન ડ્રાઇવ પર સોમવારે એક એન્ટી માસ્ક પ્રોટેસ્ટ થઇ હતી. તસીવર -ન્યૂઝ 18
સાથે જ માસ્ક લગાવવા મામલે આ યુવાનો છૂટ માંગી રહ્યા હતા. ઉલ્લેખની છે કે દેશમાં હવે કુલ સંક્રમિતોનો આંક 66 લાખને પાર થઈ ગયો છે. પણ થોડી રાહતની વાત એ છે કે થોડા દિવસો પહેલા જે 24 કલાકમાં 90 હજારથી વધુ કેસો સામે આવતા હતા તેમાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 74,442 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 903 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 66,23,816 થઈ ગઈ છે. તસવીર ન્યૂઝ 18