ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના યમકેશ્વરના એક રિસોર્ટમાંથી ગુમ થયેલી અંકિતા ભંડારીનું શબ મળી ગયું છે. એસડીઆરએફ અને પોલીસની ટીમે સર્ચિગ દરમિયાન ચિલ્લા પાવર હાઉસમાંથી એક યુવતીનું શબ જપ્ત કરીને તેને જિલ્લા પોલીસને સુપરત કર્યું છે. ઓળખ માટે અંકિતા ભંડારીના પરિવારના સભ્યોને જાળ કરવામાં આવી છે. પરિવારના સભ્યોએ શબની ઓળખ પણ કરી લીધી છે. પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે ઋષિકેશ એમ્સમાં રીફર કર્યું છે.
પોલીસે શુક્રવારે આ મામલામાં 3 આરોપીઓની ધરપકડ કરી છે. મામલાનો ખુલાસો રિસોર્ટના માલિક પુલકિત આર્ય, મેનેજર ભાસ્કર અને આસિસ્ટન્ટ મેનેજર અંકિતા ગુપ્તાની કરવામાં આવેલી પૂછપરછના આધારે કરવામાં આવ્યો છે. પુલકિત હરિદ્વારના BJPના નેતા વિનોદ આર્યનો પુત્ર છે. વિનોદ આર્ય ઉત્તરાખંડની બીજેપી સરકારમાં રાજ્યમંત્રી પણ રહી ચુક્યા છે.