Home » photogallery » national-international » દેશનો પહેલો રેલવે કેબલ બ્રિજ 90 ટકા તૈયાર, ટ્રેન 100 કિમીની ઝડપે દોડી શકશે, જુઓ તસવીરો

દેશનો પહેલો રેલવે કેબલ બ્રિજ 90 ટકા તૈયાર, ટ્રેન 100 કિમીની ઝડપે દોડી શકશે, જુઓ તસવીરો

ભારતીય રેલવેએ રિયાસી જિલ્લામાં કટરાથી બારામુલ્લાને જોડતો દેશનો પહેલો રેલવે કેબલ બ્રિજ તૈયાર કર્યો છે. તેના પર 100 કિમીની ઝડપે ટ્રેન દોડી શકશે. આ બ્રિજને અંજી બ્રિજ નામ આપવામાં આવ્યું છે.

  • Local18
  • |
  • | Katra, India

  • 16

    દેશનો પહેલો રેલવે કેબલ બ્રિજ 90 ટકા તૈયાર, ટ્રેન 100 કિમીની ઝડપે દોડી શકશે, જુઓ તસવીરો

    અંજી રેલવે બ્રિજ પ્રોજેક્ટના ચીફ એન્જિનિયર સંદીપ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, આ બ્રિજનો બેઝ 473 મીટરની લંબાઈ ધરાવે છે. 193 મીટરની ઊંચાઈનો ટાવર બેઝની મધ્યમાં બનાવવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 26

    દેશનો પહેલો રેલવે કેબલ બ્રિજ 90 ટકા તૈયાર, ટ્રેન 100 કિમીની ઝડપે દોડી શકશે, જુઓ તસવીરો

    નદીથી 331 મીટરની ઊંચાઈએ પિલ્લર બનાવવામાં આવ્યાં છે. 3.75 મીટર પહોળાઈનો સર્વિસ રોડ પણ સિંગલ લાઈન રેલવે ટ્રેકની બાજુમાં બનાવવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 36

    દેશનો પહેલો રેલવે કેબલ બ્રિજ 90 ટકા તૈયાર, ટ્રેન 100 કિમીની ઝડપે દોડી શકશે, જુઓ તસવીરો

    ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, આ બ્રિજ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે, ‘તેના પરથી ટ્રેન પસાર થાય તો પણ તે હલશે નહીં અને ટ્રેન બ્રિજ પરથી ઝડપથી દોડી શકશે. તેટલું જ નહીં, આ બ્રિજ પર કોઈપણ કુદરતી આફતની અસર થશે નહીં. ધરતીકંપ અને વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં પણ તેને અસર થશે નહીં.’

    MORE
    GALLERIES

  • 46

    દેશનો પહેલો રેલવે કેબલ બ્રિજ 90 ટકા તૈયાર, ટ્રેન 100 કિમીની ઝડપે દોડી શકશે, જુઓ તસવીરો

    તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘IIT રૂરકી અને IIT દિલ્હીના એક્સપર્ટ્સે આ વિસ્તારમાં ધરતીકંપ અને વાવાઝોડાની પરિસ્થિતિ વિશે વિચારીને ખૂબ સંશોધન કર્યુ હતું અને તેમની મહેનતને કારણે બ્રિજને ધરતીકંપ અને વાવાઝોડની અસર ન થાય તેવો બનાવી શક્યાં છીએ.’

    MORE
    GALLERIES

  • 56

    દેશનો પહેલો રેલવે કેબલ બ્રિજ 90 ટકા તૈયાર, ટ્રેન 100 કિમીની ઝડપે દોડી શકશે, જુઓ તસવીરો

    આ બ્રિજનું કામકાજ વર્ષ 2018ના એપ્રિલમાં શરૂ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં તેનું 90 ટકા કામ પૂરું થઈ ગયું છે. આ રેલવે લાઇનમાં 137 બ્રિજ અને 27 બોગદાં (ટનલ) બનાવવામાં આવ્યાં છે.

    MORE
    GALLERIES

  • 66

    દેશનો પહેલો રેલવે કેબલ બ્રિજ 90 ટકા તૈયાર, ટ્રેન 100 કિમીની ઝડપે દોડી શકશે, જુઓ તસવીરો

    આ બ્રિજ પ્રોજેક્ટના એન્જિનિયરના જણાવ્યા પ્રમાણે, આ બ્રિજનું 90 ટકા કામ પૂરું થઈ ગયું છે. આ દેશનો પહેલો કેબલ રેલવે બ્રિજ છે. બ્રિજની બંને સાઇડ ટનલ બનાવવામાં આવી છે અને બંને ટનલ વચ્ચેનું અંતર 725 મીટર જેટલું છે.

    MORE
    GALLERIES