સાયકલ પર યાત્રા શરુ કરનારા આ શખ્સ એક 1 વર્ષ અને 3 મહિના બાદ મુર્શિદાબાદના ફરક્કા પહોંચ્યા છે. દેશને પ્લાસ્ટિક મુક્ત રાખવાનો મેસેજ આપવા માટે તેની સાથે બે દીકરીઓ શ્રેયા ચૌહાણ અને ઈપ્તિ ચૌહાણ પણ છે. છેલ્લા એક વર્ષથી તે પોતાના પિતા સાથે ભારતના અલગ અલગ ભાગમાં ફરી રહ્યા છે અને લોકોને પ્લાસ્ટિક મુક્ત સમાજ બનાવવા માટે સમજાવી રહ્યા છે.
જ્યારે હું દમણ અને દીવથી સાયકલ પર મારી દીકરીઓને લઈને પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાન માટે નીકળી પડ્યો ત્યારે મારા ગામના લોકો મારા પર હસી રહ્યા હતા. જો કે, મેં આ કામને મારી જવાબદારી તરીકે સ્વીકારી લીધું છે. મારી પત્નીના નિધન બાદ હું મારી બાળકીઓને કેવી રીતે છોડી દઉં, એટલા માટે તેમને પણ સાથે લઈ લીધી.