

પી.વી. રમણ કુમાર, ડૉક્ટર દિવસના ઉપલક્ષમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન રેડ્ડીએ 1088 એમ્બ્યુલન્સ વ્હીકલને લીલી ઝંડી આપી. હોસ્પિટલ ઓન વ્હીલ્સ ની વિચાર પર ડૉ. વાય.એસ રાજશેખર રેડ્ડીને યાદ કરીને આ યોજનાને અમલમાં મૂકવામાં આવી હતી. બુધવારે અમરાવતીના બેન્ઝ સર્કલથી એક સાથે આ ગાડીઓ નીકળતા અનોખો નજરો જોવા મળ્યો હતો. આરોગ્યશ્રી સ્ક્રીમ હેઠળ આંધ્ર સરકારે આ સેવાઓ શરૂ કરી છે.


201 કરોડ રૂપિયાના ખર્ચે આ 104 અને 108 મેડિકલ સેવાઓ અહીં શરૂ કરવામાં આવી છે. 15 મિનિટના રિસપોન્સ ટાઇમમાં 108 અને 20 મિનિટના રિસ્પોન્સ ટાઇમમાં 104 સેવાઓ તમારી મદદ પહોંચી શકશે. તે દ્વારા આ વિસ્તારમાં અનેક લોકોના પ્રાણ બચાવી શકાશે.


ઉલ્લેખનીય છે કે 108ની સેવાઓ માટે 412 નવા વહાનો ખરીદવામાં આવ્યા છે. જ્યારે 336 એમ્બ્યુલન્સ પહેલાથી જ હતી. વધુમાં આ તમામ વ્હીકલમાં BLS (બેઝિક લાઇફ સપોર્ટ) અને ALS (એડવાન્સ લાઇફ સપોર્ટ)ના સાધનો મૂકવામાં આવ્યા છે. સાથે જ 26 નીયો-નાટલ એટલે કે ગર્ભવર્તી મહિલા અને બાળકો માટે સર્વિસ આપતી સેવાઓના વહાનોને પણ જોડવામાં આવ્યા છે.


ઉલ્લેખનીય છે કે BLSમાં સ્પાઇન બોર્ડ સ્ટ્રેચર, સ્કૂપ સ્ટ્રેચર, વ્હીલચેર, બેગ માસ્ક, મલ્ટી પેરા મોનિટ જેવી સુવિધા પણ આપવામાં આવી છે. આ નવી સેવાઓથી અહીં 74,609 વ્યક્તિ વચ્ચે એક એમ્બ્યુલન્સ હશે આ પહેલા આ રેશિયો 1,19,454નો હતો.


વધુમાં 104ની મોબાઇલ મેડિકલ યુનિટમાં એક મેડિકલ સ્ટાફ, એક ડેટા એન્ટ્રી ઓપરેટર, ડ્રાઇવર, ANM અને આશા વર્કર હશે. વધુમાં આ વહાનો જેમને PHC અને GPSથી સજ્જ હશે. સાથે તેમાં ડૉક્ટર સર્વેલેન્સ માટે કેમેરા પણ હશે.


આ સાથે જ સીએમ જગને 108 અને 104 જેવી સેવાઓ આપતા સ્ટાફનો પગાર પણ વધાર્યો છે. તેમણે આ અંગે જાહેરાત કરતા કહ્યું કે એમ્બ્યુલન્સના ડ્રાઇવરનો પગાર દસ હજારથી વધારીને 18 થી 28 હજાર કરવામાં આવશે. ટેકનિકલ સ્ટારનો પગાર પણ 12 હજારથી વધારીને 20 થી 30 હજાર કરવામાં આવ્યો છે. સાથે જ તેમણે આ પ્રસેગે ગુનતૂરમાં સરકારી હોસ્પિટલમાં કેન્સર સેન્ટર પણ શરૂ કર્યું હતું. કેરોના કાળમાં આ તમામ સેવાઓથી લોકોને આવનારા સમયમાં લાભ મળશે.