ગુવાહાટીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે જણાવ્યું કે સામાન્ય ચૂંટણીમાં ભાજપ 300થી વધારે બેઠકો જીતી શકે છે અને નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન તરીકે જીત હાંસલ કરશે. કોંગ્રેસ પર વાત કરીને તેમણે કહ્યું કે, 2024માં દેશની સૌથી જૂની પાર્ટી લોકસભામાં પોતાની હાલની બેઠકોની સંખ્યા પણ યથાવત રાખવા માટે સંઘર્ષ કરશે. આસામ સરકારની નોકરીઓ માટે સફળ 44,703 ઉમેદવારોની નિમણૂક પત્રોના વિતરણના ઉપલક્ષ્યમાં આયજિત એક જનસભાને સંબોધિત કરીને ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે નવા સંસદ ભવનનું 28મેએ ઉદ્ઘાટન કાર્યક્રમનો નિર્ણય કોંગ્રેસનું નકારાત્મક વલણ છે. કેન્દ્રીય ગૃહમંત્રી આ મુદ્દે રાજકારણ કરવા બદલ કોંગ્રેસની નિંદા કરી છે.
અમિત શાહે "નરેન્દ્ર મોદી આગામી વર્ષે 300થી વધારે બેઠકો સાથે ફરી એકવાર દેશના પીએમ બનશે. કોંગ્રેસે વિપક્ષનો દરજ્જો ગુમાવી દીધો છે અને તે લોકભામાં આ સમયે જેટલી બેઠકો છે તેને પણ હાંસલ નહીં કરી શકે. કોંગ્રેસનું વલણ નકારાત્મક છે. પીએમ 28મી મેએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. પરંતુ કોંગ્રેસ તેનો બહિષ્કાર કરીને રાજકારણ કરી રહી છે. એવું બહાનું કાઢીને કે રાષ્ટ્રપતિએ તેનું ઉદ્ઘાટન કરવું જોઈએ."
આ મામલો એક મોટા રાજકીય વિવાદ સાબિત થઈ રહ્યો છે, જે શાસક અને વિરોધ પક્ષો વચ્ચેના તણાવને વેગ આપે છે. ઉદ્ઘાટન કાર્યક્રમનો 21 વિપક્ષી પક્ષો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે, જેમણે કહ્યું છે કે જ્યારે 'લોકશાહીનો આત્મા મરી ગયો છે' ત્યારે તેમને નવી ઈમારતનું કોઈ મૂલ્ય દેખાતું નથી. 25 પક્ષો - 18 એનડીએ ઘટક અને સાત બિન-એનડીએ પક્ષો - રવિવારના કાર્યક્રમમાં હાજર રહેશે.
અમિત શાહે વડાપ્રધાન દ્વારા નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહ અંગે સરકારના નિર્ણયનો બચાવ કર્યો અને દલીલ કરી કે કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષ દ્વારા શાસિત રાજ્યોમાં આવા ઘણા ઉદાહરણો છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે તે કિસ્સાઓમાં, નવી વિધાનસભા ઇમારતોનો શિલાન્યાસ રાજ્યપાલોને બદલે સંબંધિત મુખ્યમંત્રી અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના અગ્રણી કોંગ્રેસ નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો.
અમિત શાહે કહ્યું, 'કોંગ્રેસ પીએમને સંસદની અંદર બોલવા દેતી નથી અને તેમના સંબોધનમાં વિક્ષેપ પાડે છે. ભારતની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદમાં બોલવાનો આદેશ આપ્યો છે. પીએમનું સન્માન ન કરવું એ દેશના લોકોના જનાદેશનો અનાદર કરવા જેવું છે.'' વધુમાં, કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે ભાજપે 2021ની વિધાનસભા ચૂંટણી પહેલા આસામમાં એક લાખ સરકારી નોકરીઓ ઓફર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. અઢી વર્ષના સમયગાળામાં, 86,000 નોકરીઓ પહેલેથી જ પ્રદાન કરવામાં આવી છે, અને બાકીની નોકરીઓ આગામી 6 મહિનામાં પૂરી પાડવામાં આવશે.