નવી દિલ્હીઃ ભારત અને ચીન (India China Faceoff)ની વચ્ચે ચાલી રહેલા ગતિરોધની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ (Xi Jinping)ની મુલાકાત થઈ શકે છે. સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, ગુરુવારે બંને નેતાઓની મુલાકાત પર ચર્ચા થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે બંને દેશોની વચ્ચે બેઠક શંઘાઈ સહયોગ સંગઠન (SCO)માં થશે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ SCO બેઠકમાં હિસ્સો લેવા માટે રશિયા પહોંચ્યા. અહીં તેમની મુલાકાત ચીની સમકક્ષ વાંગ યી સાથે થશે. બંને દેશોના વિદેશ મંત્રીઓની વચ્ચેની બેઠકમાં જ નિર્ણય લેવાશે કે વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગની મુલાકાત થશે કે નહીં. હાલમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે રશિયામાં જ SCO દરમિયાન પોતાના ચીની સમકક્ષ જનરલ વેઈ ફેંગહી સાથે મોસ્કોમાં મુલાકાત કરી હતી. ચીને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરવા માટે રજૂઆત કરી હતી.
[caption id="attachment_1022051" align="alignnone" width="1200"] બે કલાકથી વધુ સમય સુધી ચાલી સિંહ અને ફેગહીની બેઠક- 4 સપ્ટેમ્બરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ચીની રક્ષા મંત્રી વેઈ ફેંગહીની વચ્ચે બે કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી જેમાં પૂર્વ લદાખમાં સરહદ પર તણાવને ઓછો કરવા પર ધ્યાન કેન્દ્રીત રહ્યું. પૂર્વ લદાખમાં મે મહિનામાં સરહદ પર થયેલા તણાવ બાદથી બંને દેશો તરફથી આ પહેલી ઉચ્ચ સ્તરીય બેઠક હતી. સૂત્રોએ જણાવ્યું કે મંત્રણા દરમિયાન સિંહે પૂર્વ લદાખમાં યથાસ્થિતિને કાયમ રાખવા અને સૈનિકોને ઝડપથી હટાવવા પર ભાર મૂક્યો.</dd> <dd>[/caption]
સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય પ્રતિનિધિમંડળે ચીની સેનાના પેન્ગોગ લેકના દક્ષિણ કિનારામાં યથાસ્થિતિ બદલવાના નવા પ્રયાસો પર આકરી આપત્તિ વ્યક્ત કરી અને મંત્રણાના માધ્યમથી ગતિરોધના સમાધાન પર ભાર મૂક્યો. એક સૂત્રએ કહ્યું કે, બે રક્ષા મંત્રીઓની વચ્ચે વાતચીતનું કેન્દ્ર લાંબા સમયથી ચાલતા આવતા સરહદ ઘર્ષણના ઉકેલની પદ્ધતિઓ પર હતું.