વોશિંગટનઃ ભારત સહિત દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ વધતા જઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ, ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 71 લાખને પાર પહોંચી ગઈ છે. કોરોના વેક્સીન (Covid-19 Vaccine) વિકસિત કરવાનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. આ દરમિયાન અમેરિકાની જૉનસન એન્ડ જૉનસન (Johnson & Johnson) કંપનીએ હાલ પોતાની કોરોના વેક્સીનનું ટ્રાયલ રોકી દીધું છે. આવો નિર્ણય ટ્રાયલ (Corona Vaccine Trial)માં ભાગ લઈ રહેલા શખ્સને કોઈ પ્રકારની બીમારી થયા બાદ લેવામાં આવ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)
જૉનસન એન્ડ જૉનસને હાલમાં જ આ વેક્સીનના અંતિમ ચરણના ટ્રાયલ શરૂ કર્યા હતા. કંપનીએ ત્યારે કહ્યું હતું કે આ ટ્રાયલ હેઠળ અમેરિકા, દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ, ચિલી, કોલંબિયા, મેક્સિકો અને પેરુમાં 60 હજાર લોકો પર વેક્સીનનું ટ્રાયલ કરવામાં આવશે. જૉનસન એન્ડ જૉનસનની વેક્સીનના ટ્રાયલ પર રોક લગાવવાના સમાચાર સ્પષ્ટ રીતે એક મોટો આંચકો છે. આ પહેલા એસ્ટ્રાજેનેકાની વેક્સીન પર રોક લગાવવામાં આવી હતી. (પ્રતીકાત્મક તસવીર)