નવી દિલ્હીઃ બ્રાઝીલ, અમેરિકા, યૂરોપિયન સંઘ, બ્રિટન અને સ્વિત્ઝરલેન્ડે ભારત અને દક્ષિણ આફ્રિકાના વિશ્વ વ્યાપાર સંગઠન (World trade organization - WTO)ના પ્રસ્તાવનું સર્મથન નથી કર્યું. બંને દેશોએ કોવિડ-19 (Covid-19)થી સંબંધિત ડ્રગ અને અન્ય મુદ્દાઓનો સામનો કરવા માટે બૌદ્ધિક સંપદના નિયમોમાં છૂટ આપવા માટે કહ્યું છે. તેની સાથે જ આ દેશોએ આ પ્રસ્તાવની પ્રાસંગિકતા અને ઉપયોગિતા પર સવાલ ઉઠાવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)
બીજી તરફ ચીન, પાકિસ્તાન, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા અનુ તુર્કી સહિત અનેક વિકાસશીલ દેશોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વર્ષના અંત સુધી WTO દ્વારા તેની પુષ્ટિ થઈ જશે. ચીન, પાકિસ્તાન, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને તુર્કીની સાથે WHOએ પણ ભારત અને દક્ષિણ આફ્રિકાના પ્રસ્તાવનું સ્વાગત કર્યું છે. WHOનું કહેવું છે કે આ પ્રસ્તાવથી કોવિડ-19ની વેક્સીન, ઉપચાર અને પરીક્ષણ પર આંતરરાષ્ટ્રીય અને બૌદ્ધિક સંપદા સમજૂતીને સરળ બનાવવા માટે તમામ ઉપકરણ સસ્તા ભાવે ઉપલબ્ધ થશે. (પ્રતીકાત્મક તસવીર)
દક્ષિણ આફ્રિકાએ WTO સભ્યોને કર્યો આગ્રહ - દક્ષિણ આફ્રિકાએ ટ્રિપ કાઉન્સિલથી આગ્રહ કર્યો કે તમામ WTO સભ્ય એ સુનિશ્ચિત કરવા માટે મળીને કામ કરે કે પેટન્ટ, ઔદ્યોગિક ડિઝાઇન, કોપીરાઇટ અને અઘોષિત સૂચનાઓનું સંરક્ષણ, કોવિડ-19નો મુકાબલો કરવા માટે આવશ્યક સસ્તી ચિકિત્સા ઉત્પાદો સુધી સમય પર પહોંચવામાં અવરોધ ઊભો ન કરે. (પ્રતીકાત્મક તસવીર)
વિકાસશીલ દેશ મહામારીથી વધુ પ્રભાવિત થયા - મૂળે, ભારત અને દક્ષિણ આફ્રિકાએ 2 ઓક્ટોબરે WTOને આ સંબંધમાં પત્ર લખ્યો છે. WTOની વેબસાઇટ પર ઉપલબ્ધ આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19નો સામનો કરવા માટે નવી તપાસ, દવાખો અને વેક્સીન બનાવવામાં આવી રહી છે. બંને દેશોનું કહેવું છે કે વિકાસશીલ દેશ મહામારીથી ખૂબ પ્રભાવિત થયા છે અને ત્યાં સસ્તી દવાઓની ઉપલબ્ધતા સસ્તામાં પેટન્ટ સહિત વિભિન્ન બૌદ્ધિક સંપદા અધિકારીઓથી અડચણ આવશે. (પ્રતીકાત્મક તસવીર)
3 કરોડથી વધુ લોકો સંક્રમિત - કોરોનાથી દુનિયાભરમાં અત્યાર સુધી 35,393,778 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે આ ખતરનાક વાયરસના કારણે 1,041,780 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. દુનિયામાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકા છે, જ્યાં અત્યાર સુધી 7,636,912 કેસ છે, બીજી તરફ 214,611 લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે અને 4,849,038 લોકો આ વાયરસને હરાવવામાં સફળ થયા છે. (પ્રતીકાત્મક તસવીર)