હમીર સિંહ સોઢાના (Rana Hamir Singh Sodha) પુત્ર અને અમરકોટ રિયાસતના રાજા કરણી સિંહ (karni singh sodha)છે. હમીર સિંહનો પરિવાર પાકિસ્તાનની (amarkot shahi hindu rajpoot family)રાજનીતિમાં મહત્વનું સ્થાન ધરાવે છે. હમીર સિંહના પિતા રાણા ચંદ્ર સિંહ અમરકોટના શાસક પરિવારથી હતા. ચંદ્ર સિંહ સાત વખત સાંસદ અને કેન્દ્રીય મંત્રી પણ રહ્યા છે. તે પૂર્વ પ્રધાનમંત્રી જુલ્ફિકાર અલી ભુટ્ટોના નજીક હતા.
કરણી સિંહ હમીર સિંહ સોઢાના પુત્ર અને અમરકોટના રિસાયતના રાજા છે. હમીર સિંહનો પરિવાર પાકિસ્તાનની રાજનીતિમાં મહત્વનું સ્થાન ધરાવે છે. હમીર સિંહના પિતા રાણા ચંદ્ર સિંહ અમરકોટના શાસક પરિવારથી હતા. ચંદ્ર સિંહ સાત વખત સાંસદ અને કેન્દ્રીય મંત્રી પણ રહ્યા છે. તે પૂર્વ પ્રધાનમંત્રી જુલ્ફિકાર અલી ભુટ્ટોની નજીક હતા.
કરણી સિંહ જ્યાં પણ જાય છે તેમની સાથે બંદુકધારી બોડીગાર્ડ પણ તેમની સુરક્ષામાં રહે છે. તેમની સુરક્ષામાં રહેલા મોટાભાગના લોકો મુસલમાન છે. તેમની સાથે રહેલા બોડીગાર્ડ હંમેશા એકે 47 રાઇફલ અને શોટગન સાથે રાખે છે. પાકિસ્તાનના મુસલમાન માને છે કે હમીર સિંહનો પરિવાર રાજા પુરુ (પારસ)ના વંશજ છે. જેથી તે આજે પણ તેમની સુરક્ષા માટે હંમેશા ઉભા રહે છે. 20 ફેબ્રુઆરી 2015ના રોજ કરણી સિંહના લગ્ન રાજસ્થાનના શાહી પરિવારની પુત્રી પદ્મિની સાથે થયા હતા. જે કાનોતા (જયપુર)ના ઠાકુર માનસિંહના પુત્રી છે. જાન પાકિસ્તાનના અમરકોટ રિસાયતથી ભારત આવી હતી.