મેક્સિકોનું શહેર ગુઆનાયુઆટોને પોતાની રીતે ઘણું અનોખું માનવામાં આવે છે. માન્યતા છે કે જો કોઈ આ શહેરની ગલીઓમાં ‘કિસ’ કરી લે તો તેનું કિસ્મત આગામી 15 વર્ષો સુધી શાનદાર બની જાય છે. ગુઆનાયુઆટોની આ ખાસિયત પર લોકોને એટલો વિશ્વાસ છે કે અહીં વર્ષભર કપલ લાઇન લગાવીને પોતાનો વારો આવે તેની રાહ જુવે છે. જેથી તેમના નસીબના સિતારા બુલંદ બની જાય. (તસવીર - સોશિયલ મીડિયા)
ગુઆનાયુઆટો શહેર મેક્સિકોના 32 રાજ્યોમાંથી એક છે. દેશના મધ્યમાં વસેલ શહેર સ્પેનિશ લોકોએ 15મી સદીમાં વસાવ્યું હતું. પ્રાકૃતિક સંશાધનોથી ભરપૂર હોવાના કારણે જલ્દી ગુઆનાયુઆટો દેશમાં ખેતી અને પશુપાલનના મામલામાં નંબર 1 શહેર બની ગયું હતું. તેનું નામ મેક્સિકોની એક લુપ્ત થતી ભાષા પર રાખવામાં આવ્યું હતું. જેનો અર્થ થાય છે દેડકાઓનો પહાડ. અહીં દેડકા ઘણા જોવા મળે છે. જે શહેરી વસ્તી વધવાની સાથે ગાયબ થવા લાગ્યા છે. (તસવીર - સોશિયલ મીડિયા)
મેક્સિકોનું આ જૂનુ શહેર હવે ખેતી માટે નહીં પણ બીજા એક કારણોસર લોકપ્રિય છે. અહીંયા એક ગલી છે. જેને એલે ઓફ ધ કિસ કહે છે. એટલે કે પ્રેમની ગલી. આ ગલીના અનોખા નામ પાછળની કહાની પણ અનોખી છે. કહેવાય છે કે પંદરમી સદીમાં અહીં એના અને કાર્લોસ નામના પ્રેમી-પ્રેમીકા રહેતા હતા. તે સમયે કાર્લોસ અને એના સંતાઇને આ ખાસ ગલીમાં મળતા હતા. (તસવીર - સોશિયલ મીડિયા)
બંને મેક્સિકન પ્રેમી-પ્રેમિકાની આર્થિક સ્થિતિ અલગ-અલગ હતી. પહેલા બંને એકબીજને ના મળે તે માટે તેમને ધમકીઓ મળતી હતી. આમ છતા તે માન્યા ન હતા. જેથી તેના અમીર પિતાએ એનાની હત્યા કરી દીધી હતી. એનાને બચાવતા કાર્લોસનું પણ મોત થયું હતું. બંનેના મોત જે ગલીમાં થયા હતા. તે ગલીને પછી એલે ઓફ ધ કિસ નામ આપવામાં આવ્યું હતું. (તસવીર - સોશિયલ મીડિયા)
કહેવામાં આવે છે કે કોઈ કપલ મેક્સિકોની આ ગલીમાં જઈને એકબીજાને કિસ કરી લે તો તેમનો સાથ જ બની રહેતા નથી પણ આગામી 15 વર્ષો સુધી તેમનું નસીબ પણ ચમકી જાય છે. પંદર વર્ષની માન્યતા પાછળ કોઈ તર્ક નથી પણ મેક્સિકન લોકોમાં આ શહેર અને ગલની ખાસ માન્યતા છે. અહીં આવીને કપલ સાથે નામ લખે છે, ભેટે છે અને એકબીજાને કિસ કરે છે. જેથી આખી જીંદગી એક સાથે રહી શકે. (તસવીર - સોશિયલ મીડિયા)