

કેરળ પોલીસે (Kerala Police) એક વિવાદિત વીડિયો મામલે ગુરુવારે કાર્યકર્તા રેહાના ફાતિમા (Rehana Fathima)ના ઘરની તલાશી લઇ અને તેનું મોબાઇલ ફોન અને લેપટૉપ જપ્ત કર્યા. ફાતિમાને એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે અર્ધનગ્ન (Nude Painting Video) અવસ્થામાં પોતાના બાળકોથી શરીર પર પેન્ટ કરાવતી હતી.


વિવાદિત કાર્યકર્તા રેહાના ફાતિમાએ પોતાના સગીર બાળકોથી અર્ધનગ્ન શરીર પર પેન્ટિંગ કરવાતા એક વિડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. જે પછી પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે. તમામ ફોટો સભાર ઇન્સ્ટાગ્રામ


ફાતિમાએ બોડી એન્ડ પોલિટિક્સ (શરીર અને રાજનીતિ) શીર્ષક હેઠળ આ તસવીર પોસ્ટ કરી છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.


ઉલ્લેખનીય છે કે ઉચ્ચતમ ન્યાયાલયે જ્યારે સબરીમલા મંદિરમાં તમામ મહિલાઓના પ્રવેશ બંધી મામલે નિર્ણય સંભળાવ્યો હતો તે વખતે ફાતિમાએ મંદિરની અંદર જવાનો પ્રયાસ કર્યો હતો. જે પછી હિંદૂવાદી કાર્યકર્તાઓ અને ભક્તોના વિરોધ પછી તે પાછી ફરી હતી. અને તેની ધરપકડ પણ થઇ હતી.


પોલીસે કહ્યું કે આ મામલે તપાસનો સામનો કરી રહેલી ફાતિમા તલાશીની સમયે પોતાના ઘરે નહતી. તેણે કહ્યું કે ફાતિમા પોતાનો મોબાઇલ ફોન લીધા વગર ઘરથી ક્યાંક જતી રહી છે. પોલીસ અને તપાસથી બચવા તેણે આમ કર્યું હોય તેમ મનાય છે.


સોશિયલ મીડિયામાં બોડી એન્ડ પોલિટિક્સ શીર્ષક સાથે આપત્તિજનક વીડિયો પોસ્ટ કરવા મામલે કેરળ પોલીસની સાઇબર ક્રાઇમે બાળકો સાથે યૌન શોષણથી સંરક્ષણ (પોક્સો) કાનૂન અને આઇટી કાનૂનની વિભિન્ન ધારા હેઠળ એક કેસ દાખલ કરાવવામાં આવ્યો છે.