અલીગઢ : ઉત્તર પ્રદેશના અલીગઢમાં (Aligarh)એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. 28 વર્ષના એક વરરાજાની તેના મિત્રોએ હત્યા કરી દીધી છે. યૂપી પોલીસના મતે જિલ્લાના પાલીમુકીમપુર વિસ્તારમાં લગ્નના કેટલાક કલાકો પછી જ મિત્રોએ વરરાજાની હત્યા (Murder)કરી દીધી હતી. મિત્રોએ વરરાજાની એટલા માટે હત્યા કરી કારણ કે તે પોતાના મિત્રો માટે દારૂની વ્યવસ્થા કરી શક્યો ન હતો. યૂપી પોલીસે આ ઘટનાના મુખ્ય આરોપી અને વરરાજાના મિત્રની ધરપકડ કરી લીધી છે. (પ્રતિકાત્મક તસવીર)
સોમવારે વરરાજાના મિત્રોએ આ હત્યા કરી હતી. ગામના લોકો કશું સમજે તે પહેલા જ બધા આરોપી ભાગી ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના મતે વરરાજા અને મિત્રો વચ્ચે ઘણો લાંબો સમય રકઝક થઈ હતી. આ દરમિયાન એક વ્યક્તિએ વરરાજાને ચપ્પુ મારી દીધું હતું. આ ઘટનાથી વરરાજાના પરિવારજનો અને સાસરિયાના પક્ષના લોકો પણ સદમામાં છે. (પ્રતિકાત્મક તસવીર)