પાકિસ્તાન (Pakistan) અને ચીનની (China) ખરાબ દાનતને જોતા ભારતીય વાયુસેના (Indian Air Force) એ લગભગ દોઢ વર્ષ પહેલા જ વેસ્ટર્ન ફ્રંટ એટલે કે પશ્ચિમી મોર્ચાને મજબૂત કરવાનું પ્લાનિંગ શરૂ કરી દીધું હતું. આ કારણે જ પૂર્વ લદાખમાં ચીનની સાથે તણાવ ભરેલી સ્થિતિ હોવા છતાં વાયુસેના કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી હોય કે પાકનું વાયુ સેના બંને પરિસ્થિતિમાં ભારતીય વાયુ સેનાનું માથુ હંમેશાની જેમ ઊંચું રહે તે માટે વાયુસેનાની તૈયારી વિષે વધુ જાણો.
ચિનૂક હેલિકોપ્ટર- ચિનૂક હેલિકોપ્ટરની મદદથી વાયુસેના ચીનને જડબાતોડ જવાબ આપી શકે છે. લદાખના અનેક વિસ્તારોમાં જ્યારે રોડ બનાવાનું કામ શરૂ થયું તો આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો. ભારત અને 2015થી બોઇંગની સાથે 15 સીએચ-47એફ ચિનૂક હેલીકોપ્ટર ખરીદવાનો સોદો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ સોદો 8,048 કરોડ રૂપિયાનો હતો. આ હેલિકોપ્ટરની ખાસ વાત એ છે કે તે ભારે સામાન લઇ જવા લાવવામાં સક્ષમ છે. અને તેને કોઇ પણ ટોચ કે મુશ્કેલ રસ્તા પર ઉતારી શકાય છે.
અપાચે હેલિકોપ્ટર- અપાચે હેલિકોપ્ટરનો ઉપયોગ દુશ્મનોથી લડવા સમયે ભારતીય વાયુસેનાને મદદ કરવા માટે કરવામાં આવે છે. આ હેલીકોપ્ટર અમેરિકાની બોઇંગ કંપનીએ તૈયાર કર્યું છે. આ હેલિકોપ્ટરની ખાસા વાત એ છે કે તેના પંખાનો ફેલાવ 17.15 ફીટ સુધી થઇ શકે છે. અને તેની ઊંચાઇ 15.14 ફીટ છે. તેમાં બે હાઇ પરફોર્મન્સ ટર્બોશાફ્ટ એન્જિન છે. તે હવામાં મિસાઇલ, રોકેટ અને ઓટોમેટિક કેનન ગલ લઇ જઇ શકે છે.
રાફેલ - રાફેલ વિમાનને તમામ વિમાનોનું મહાબલી કહેવાય છે. તે કોઇ પણ જંગની સ્થિતિને શ્રેષ્ઠ આપવા માટે જાણતું છે. તે સક્ષમ કોમ્બેટ ફાઇટર જેટ છે. આ લડાકૂ વિમાનની વાત એ છે કે તે ગ્રાઉન્ડ સપોર્ટ, ડેપ્થ સ્ટ્રાઇક અને એન્ટી શિપ અટેક માટે સક્ષમ છે. અને તેની તાકાતનો અંદાજો તે વાતથી લગાવી શકાય છે કે તેમાં નાના ન્યૂક્લિયર હથિયારો પણ લઇ જઇ શકાય છે. રાફેલ એરક્રાફ્ટ 9500 કિલોગ્રામ ભાર ઉઠાવી શકે છે.