સુષમાને હોસ્પિટલમાં લાવવામાં આવતા જ ડોક્ટરોની ટીમે બોલાવવામાં આવી હતી. નિધન બાદ સુષમાની સારવાર કરી રહેલી ટીમના બે જૂનિયર ડોક્ટર રડી પડ્યાં હતાં. અમર ઉજાલાના રિપોર્ટ પ્રમાણે આશરે 70 મિનિટ સુધી સીપીઆર, હાર્ટ પમ્પની સાથે સાથે શૉક ટ્રિટમેન્ટ આપવામાં આવી હતી, પરંતુ તેમનું હૃદય ફરીથી ચાલુ થયું ન હતું. જે બાદમાં તેમને વેન્ટિલેટરનો સપોર્ટ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ એક પણ ઉપાય કામ આવ્યો ન હતો. (AP Photo/Saurabh Das, File)
રિપોર્ટ અનુસાર નામ જાહેર ન કરવાની શરતે ડોક્ટરોએ જણાવ્યું કે 10.50 વાગ્યે સુષમાએ અંતિમ શ્વાસ લીધા હતા. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે એઇમ્સ પહોંચ્યા પહેલા જ ડોક્ટરની ટીમ એલર્ટ પર હતી. એમ્બ્યુલન્સમાંથી તેમના તાત્કાલિક ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં બે ડોક્ટર સીપીઆર સાથે હાજર હતા. (AP Photo/Mary Altaffer, File)