

અહમદનગર : તસવીરમાં જોવા મળી રહેલા વ્યક્તિનું નામ બાબાભાઈ પઠાન છે. બાબાભાઈ પઠાને તેની હિન્દુ બહેનની બે દીકરીઓને ભણાવવામાં મદદ કરી હતી. એટલું જ નહીં તેઓએ બંનેના હિન્દુ રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરાવીને એકતા અને મનવતાની અનોખી મિશાલ રજૂ કરી છે. કદાચ એટલે જ કહેવાય છે કે સોસાયટી ભલે આપણે ધર્મને નામે અલગ કરવાનો પ્રયાસ કરે પરંતુ માનવતા અને સદ્વ્યવહાર હંમેશા આપણને એક કરવાનો રસ્તો શોધી લે છે. બાબાભાઈ પઠાણે દેશ સામે આવી જ મિશાલ રજૂ કરી છે.


બાબાભાઈ પઠાણે બે બહેનોના ઉછેર માટેનો ખર્ચ ભોગવ્યો હતો. જ્યારે સમય આવ્યો ત્યારે તેમણે પોતાની બચતના પૈસામાંથી બંને બહેનોના લગ્ન પણ કરાવ્યા. એટલું જ નહીં, બંને દીકરીઓની ધાર્મિક માન્યતાનું પૂરેપૂરું ધ્યાન રાખતા બાબાભાઈ પઠાણે બંનેના હિન્દુ રીત-રિવાજ પ્રમાણે જ લગ્ન કરાવ્યા હતા.


શેવગાંવ તાલુકાના બોધેગાંવ ખાતે રહેતી સવિતા ભુસરીને સંતાનમાં બે દીકરી અને એક દીકરો હતો. સવિતાનો પતિ તેને છોડીને ચાલ્યો ગયો હોવાથી તેણી તેના માતાપિતા સાથે રહેતી હતી. અહીં જ તેણે તેની બંને દીકરીને ઉછેરીને મોટી કરી હતી. સવિતાને કોઈ ભાઈ ન હતો, આથી તેણે તેના ઘરની સામે રહેતા બાબાભાઈ પઠાણને ધર્મનો ભાઈ માન્યો હતો. બાબાભાઇએ સવિતાની બે દીકરીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તેનો અભ્યાસ સહિતનો ખર્ચ ઉઠાવ્યો હતો.