

આગરા: વિજયાદશમી એટલે કે દશેરાના દિવસે તાજમહલ કેમ્પસમાં ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો હોવાનો એક વીડિયો હાલ વાયરલ થયો છે. હિન્દુવાદી સંગઠનના કાર્યકર્તાએ તાજમહેલમાં પ્રવેશ કર્યો અને ભગવો ધ્વજ ફરકાવ્યો અને શિવ ચાલીસાના પાઠ પણ કર્યા. જોકે ન્યૂઝ 18 આ વાયરલ થયેલા વીડિયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ જે રીતે આ કામગીરી થયેલી બતાવવામાં આવે છે તેનાથી તાજમહેલના સંચાલન અંગે સવાલો ઉભા થય છે.(Source: News18)


ભગવા ઝંડા સાથે શિવની પૂજા કરનાર આ વ્યક્તિની ઓળખ આગ્રા હિન્દુ જાગરણ મંચના યુવા જિલ્લા પ્રમુખ તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ છેલ્લાં પાંચ વર્ષથી હિન્દુ જાગરણ મંચના યુવા જિલ્લા પ્રમુખ ગૌરવ ઠાકુર દ્વારા આ રીતે તાજમહેલની અંદર શિવ પૂજા અને ભગવો ધ્વજ લહેરાવવામાં આવે છે. (Source: News18)


ગૌરવ ઠાકુરે દાવો કર્યો છે કે તાજમહેલ, કોઇ વિશ્વ પ્રસિદ્ધ કબર નથી, પરંતુ તેમના પ્રિય ભગવાન શિવનું પ્રાચીન મંદિર છે. તેમનું કહેવું છે કે તેમણે અગાઉ પણ શિવની પૂજા કરી છે અને તે ચાલુ રાખશે.(Source: News18)


ગૌરવ ઠાકુરની માંગ છે કે કથિત તાજમહેલ ખરેખરમાં તેજોમહેલ છે, અને આ મામલે સચ્ચાઇ સામે આવવી જોઇએ. તેમનો દાવો છે કે શાહજહાં દ્વારા બનાવવામાં આવેલ આ તાજમહેલ પ્રેમની નિશાની નથી પરંતુ હિન્દુ આસ્થાનું કેન્દ્ર છે. (Source: News18)