

ઇન્દોરઃ મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ઇન્દોરમાં (Indore) એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં લોકડાઉન (lockdown) દરમિયાન એક યુવક અને યુવતી વચ્ચે દોસ્તી આગળ વધતાં બંનેએ ઓગસ્ટ મહિનામાં લગ્ન (love marraige) કરી લીધા હતા. જોકે, ઓક્ટોબર આવતા આવતા બંને વચ્ચે વિવાદની સ્થિતિ બની ગઈ હતી. મંગળવારે મોડી રાત્રે વિવાદ એટલો ઉગ્ર બની ગયો હતો કે પતિએ પત્નીની હત્યા (Husband killed wife) કર્યા બાદ પોતે પોલીસ સ્ટેશન (police station) પહોંચી ગયો હતો.


પહેલા સાંકળ વડે ટુંપો આપીને કરી હત્યાની કોશિશ, પછી ચપ્પુ વડે હત્યા કરીઃ મળતી માહિતી પ્રમાણે આ ઘટના ઇન્દોરના સંયોગિતાગંજ પોલીસ સ્ટેશનમાં આવતા જાવરા કમ્પાઉન્ડની છે. અહીં પારિવારિક વિવાદના પગલે પતિએ પોતાની નવવિવાહિત પત્ની ચપ્પુ મારીને હત્યા કરી દીધી હતી જોકે જાણકારી પ્રમાણે પતિએ કૂતરા બાંધવાની સાંકળ વડે પત્નીના ગળે ટુંપો આપીને હત્યા કરાવનો પ્રયત્ન કર્યો હતો. જોકે, નિષ્ફળ જતા 22 વર્ષીય પત્નીની ચપ્પા વડે હત્યા કરી દીધી હતી.


પત્નીની હત્યા બાદ પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યોઃ પત્નીની હત્યા કર્યાબાદ હત્યારો પતિ ખૂદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અંશુના પરિવારના લોકોએ પતિ અને સાસરીયાઓ ઉપર આરોપ લગાવ્યો છે કે પોલીસ સાસરીયાના લોકોના દબાણમાં આવીને યોગ્ય કાર્યવાહી નથી કરતી.


અંશુ લગ્ન પહેલા હર્ષ શર્માની કંપનીમાં કામ કરતી હતીઃ મળતી માહિતી પ્રમાણે કાલિંડી ગોલ્ડમાં રહેનારી અંશુ લગ્નના એક મહિના પહેલા સુધી આરોપી પતિ હર્ષ શર્માની કંપનીમાં કામ કરતી હતી. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થયો હતો. ઓગસ્ટ મહિનામાં બંનેએ આર્ય સમાજના મંદિરમાં લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ જાવરા કંમ્પાઉન્ડમાં સ્થિત હર્ષ શર્માના ઘરમાં રહેવા લાગી હતી.