જિતિન પ્રસાદ કોંગ્રેસના યુવા ચહેરાઓમાંથી એક હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ કોંગ્રેસ પાર્ટીથી અસંતુષ્ટ હતા. તેમને એક પણ એવી જવાબદારી આપવામાં આવી ન હતી, જેને તેઓ નિભાવી શકે. માનવામાં આવે છે કે ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીની સક્રિયાતાને કારણે જિતિન પ્રસાદને લાગી રહ્યું હતું કે યુપીની રાજનીતિમાં તેમનું સ્થાન ખૂબ જ નાનું છે. તેઓ G23ના સભ્ય હતા. સોનિયા ગાંધીએ G23ના નેતાઓને પત્ર મળ્યા બાદ બોલાવ્યા હતા અને તેમાં તેઓ સામેલ થયા હતા. એક સમયે લાગી રહ્યું હતું કે તેઓ G23થી અલગ થઈ ગયા છે, પરંતુ તેમણે કોંગ્રેસથી નિરાશ થઈને કોંગ્રેસને છોડી દીધી હતી.
ગુલામ નબી આઝાદે રાજ્યસભામાં વિપક્ષ નેતા પદ પરથી રિટાયર થયા બાદ ગાંધી પરિવાર સામે મોર્ચો કાઢ્યો હતો. તેઓ કોંગ્રેસના G23 ગૃપના આગેવાન નેતાઓમાંથી એક છે. આ ગુટને કોંગ્રેસમાં આલાકમાનને પડકાર આપનાર માનવામાં આવે છે. તેમણે અનેક વાર PM મોદીના વખાણ કર્યા છે. જમ્મૂમાં અસંતુષ્ટ કોંગ્રેસીઓના એક સમ્મેલનનું આયોજન કર્યું હતું. જેમાં કોંગ્રેસ હાઈકમાનની પદ્ધતિઓ પર નારાજગી વ્યક્ત કરવામાં હતી. તેમણે 80ના દાયકામાં કાશ્મીરથી રાજનીતિની શરૂઆત કરી હતી. તેઓ ગાંધી પરિવારની ખૂબ જ નજીક રહ્યા છે. મોટાભાગે રાજ્યસભામાંથી ચૂંટાઈને સંસદમાં પહોંચ્યા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્મા જી-23માં શામેલ છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ હાઈકમાનના નિર્ણય વિરુદ્ધ ખોટી ટીપ્પણી કરવા અને વાત વાતમાં ખરીખોટી સંભળાવવાને કારણે તેઓ ચર્ચામાં છે. બંગાળ વિશે તેમણે જે ટીકા કરી છે, તેની આલોચના જી 23ના કેટલાક નેતાઓએ કરી છે. આનંદ શર્મા પણ સંસદમાં રાજ્યસભાથી જ પહોંચ્યા છે. 80ના દાયકાથી તેઓ ગાંધી પરિવારની નજીક છે. તેઓ મનમોહન સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા છે.
કપિલ સિબ્બલ કોંગ્રેસમાં મોટા પદ પર રહી ચૂક્યા છે. તેઓ અનેક વાર કોંગ્રેસ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. હાલ તેઓ રાજ્યસભામાં છે. કેટલાક સમય પહેલા તેમણે રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરી હતી. સમયાંતરે તેઓ કોંગ્રેસના હાઈકમાન પર સવાલ ઊભા કરે છે. સિબ્બલ એક જાણીતા વકીલ છે. તેઓ પણ ગાંધી પરિવારની નજીક રહ્યા છે. અત્યારે તેઓ કોંગ્રેસથી અસંતુષ્ટ છે.
ભૂપેન્દ્રસિંહ હુડ્ડા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. હાલમાં તેઓ કોંગ્રેસથી સંતુષ્ટ નથી. તેઓ જમ્મૂના જી 23ના સંમેલનમાં સામેલ થયા હતા. હવે તેઓ ઈચ્છે છે કે જી 23ની આગામી બેઠક હરિયાણામાં થાય. તેમને લાગે છે કે કોંગ્રેસ હાઈકમાન હરિયાણામાં તેમની પ્રસિદ્ધિ ઓછી કરી રહ્યું છે તેથી તેઓ કોંગ્રેસથી નારાજ છે.
રાજ બબ્બર જી 23 નેતાઓમાંથી એક છે. ગયા વર્ષે જે નેતાઓએ કોંગ્રેસમાં સુધારા માટે સોનિયા ગાંધીને લખેલ લેટર પર હસ્તાક્ષર કર્યા હતા, તેમાં રાજ બબ્બર પણ સામેલ હતા. તેઓ જી 23ના પ્રમુખ નેતાઓમાંથી એક છે. તેઓ જમ્મૂના કાર્યક્રમમાં પણ સામેલ થયા હતા. ઉત્તર પ્રદેશમાં તેમનું સ્થાન નાનું થઈ જવા પર તેઓ નારાજ છે. ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધીની રેલીઓ અને કાર્યક્રમમાં પણ જોવા મળતા નથી.
પૂર્વ કેન્દ્રીય મંત્રી વીરપ્પા મોઈલી 23 નેતાઓમાં સામેલ હતા, જેમણે ગયા વર્ષે ઓગસ્ટમાં કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને ‘પૂર્ણકાલિક’ અને ‘દ્રષ્ટિગોચર’ નેતૃત્વ સુનિશ્ચિત કરવાનો આગ્રહ કર્યો હતો. તેઓ ગાંધી પરિવારના હંમેશા વિશ્વાસપાત્ર રહ્યા છે. તેઓ જી23થી ખૂબ જ અલગ જોવા મળે છે. પાર્ટીમાં અંદરોઅંદર મતભેદ લોકો સમક્ષ આવતા ચિંતા જાહેર કરી હતી અને રાહુલ ગાંધીને ફરી પાર્ટીના પ્રમુખ બનાવવા માટે સમર્થન કર્યું.
56 વર્ષીય પૂર્વ લોકસભા સભ્ય સંદીપ દીક્ષિત જી 23 સભ્યોમાંથી એક હતા. દિલ્હીથી પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે. લાંબા સમય સુધી દિલ્હીના લોકપ્રિય મુખ્યમંત્રી રહેલ શીલા દિક્ષિતના પુત્ર છે. તેમના પરિવારના લોકો પણ લાંબા સમયથી કોંગ્રેસમાં રહ્યા છે. તેમણે આનંદ શર્માના નિવેદનની ટીકા કરી છે. તેઓ જી 23થી અલગ થઈ ગયા હોવાનું લાગી રહ્યું છે. આનંદ શર્માના નિવેદન પર તેમણે જણાવ્યું કે, કોઈ સમૂહ નથી. 23 નેતાઓએ પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. હવે તેઓ શું કરી રહ્યા છે, તેઓ 5-6 કરી રહ્યા હશે. આ એક સમૂહ નથી. આ માત્ર તે લોકોની જગ્યા છે, જેમણે એક સલાહ જાહેર કરી છે. અમે સલાહની સાથે છીએ. સમૂહના લોકો અથવા સમૂહની અંદર બનેલ સમૂહ શું કરી રહ્યા છે, તે માત્ર તે લોકો જ જાણે.
મિલિંદ દેવડા કોંગ્રેસની મનમોહન સિંહ સરકારમાં રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. 44 વર્ષના મિલિંદ લોકસભાના યુવા સદસ્યોમાંથી એક રહી ચૂક્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા થઇ રહી હતી કે તેઓ કોંગ્રેસ છોડી શકે છે. ગયા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમના વખાણ કર્યા હતા. કોંગ્રેસમાં બદલાવ માટે જે નેતાઓએ સોનિયા ગાંધીને ચિટ્ઠી લખી હતી, તેમાં તેઓ પણ સામેલ હતા.