અયોધ્યાઃ રામનગરી અયોધ્યામાં (Ayodhya) દિપાવલીના (Diwali) આવરસ ઉપર ભવ્ય દિપોત્સવનું (Dipotsav) આયોજન કરવામાં આવ્યું છે. આ અવસર ઉપર અયોધ્યાના ઘાટ ઉપર રોનક જોવા મળી હતી. કોરોના વાયરસ સંક્રમણના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળું આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યા ન હતા. જેને ધ્યાનમાં રાખીને વર્ચ્યુઅલ દિપોત્સવની વેબસાઈટ પણ સરકારે લોન્ચ કરી હતી. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય શરુ થયા બાદનો આ પહેલો દિપોત્સવ છે. આ દરમિયાન અહીં 5.84 લાખથી વધારે દિવડાઓ પ્રગટ્યાવીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
દીપ પ્રજ્વલન નિયત સમય શરુ થયા બાદ શ્રી રામ જય રામ જય જય રામના જાપ સાથે એક એક કરીને 5,84,572 દિવડા પ્રગટાવ્યા છે. આ પહેલા દિવડાઓની સંખ્યા 5.51 લાખ વતાવવામાં આવી રહી છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિઓ દ્વારા કીર્તિમાન રચવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. લાઉડસ્પિકરના માધ્યમથી સતત દીપોત્સવની જાણકારી આપવામાં આવી રહી હતી.
અયોધ્યા દિપોત્સવે ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું હતું. આ અવસરે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના પ્રતિનિધિ પણ હાજર હતા. જેમણે પ્રદેશ સરકારમાં આ ભવ્ય આયોજનને જોયું હતું. એક સાથે આટલી મોટી સંખ્યામાં દીપ પ્રજ્વલનનો નવો વિશ્વ કીર્તિમાન ઘોષિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સેંકડો સ્વયંસેવકો સમર્પિત ભાવથી ખડે પગે હતા. કીર્તિમાન રચવામાં અવધ વિશ્વવિદ્યાલય, અયોધ્યાના શિક્ષકો અને છાત્રોની મોટી ભૂમિકા છે. એક સાથે એક જ સ્થાન ઉપર 5.84 લાકથી વધારે દિવડાઓને પ્રજ્વલિત કરવા માટે રામનગરીમાં નવો કીર્તિમાન બનાવ્યો હતો.