કાબુલ. અફઘાનિસ્તાન (Afghanistan) પર 20 વર્ષ બાદ કબજો મેળવ્યા બાદ ભલે તાલિબાન (Taliban)એ કહ્યું હોય કે તે મહિલાઓ પ્રતિ નરમ વલણ અપનાવશે, પરંતુ હકીકત કંઈક જુદી જ છે. એક હુમલામાં આબાદ બચી ગયેલી મહિલાએ તાલિબાનની ક્રૂરતા (Taliban Cruelty) દુનિયાની સમક્ષ રજૂ કરી છે. મહિલાએ જણાવ્યું કે, સજા રુપે પહેલા અફઘાનિ મહિલાઓ (Afghani Women) સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે, બાદમાં તેમને ઉલટી લટકાવી દેવામાં આવે છે અને કૂતરાઓને ખવડાવી દેવામાં આવે છે.
તે ઘટનાને યાદ કરતાં ખતેરા કહે છે, ‘હું નોકરીથી પરત ઘરે જઈ રહી હતી. રસ્તામાં તાલિબાનના ફાઇટરોએ મને ઘેરી લીધી. પહેલા મારું આઇડી ચેક કર્યું અને પછી ગોળી મારી દીધી. મારા શરીરના ઉપરના હિસ્સામાં 8 ગોળીઓ વાગી હતી. તાલિબાનીઓએ ચાકૂથી પણ અનેક વાર કર્યા હતા.’ રિપોર્ટ મુજબ, જ્યારે ખેતરા બેભાન થઈ ગઈ ત્યારે, તાલિબાનના ફાઇટરોએ તેની આંખો પર ચાકૂના વાર કર્યા હતા.