Home » photogallery » national-international » અમેરિકાની કંપનીએ બનાવ્યો નવો મલમ, નાક પર લગાવતા જ ખતમ થઈ જાય છે કોરોના

અમેરિકાની કંપનીએ બનાવ્યો નવો મલમ, નાક પર લગાવતા જ ખતમ થઈ જાય છે કોરોના

કંપનીનો દાવો છે કે આ મલમ કોરોના વાયરસ સહિત અન્ય વાયરલ સંક્રમણને રોકવા, તેની સારવાર કરવા અને તેને મારવા સક્ષમ છે

विज्ञापन

  • 14

    અમેરિકાની કંપનીએ બનાવ્યો નવો મલમ, નાક પર લગાવતા જ ખતમ થઈ જાય છે કોરોના

    નવી દિલ્હી : અમેરિકાની એક ફાર્મા કંપની Advanced Penetration Technology LLCએ એક એવો મલમ બનાવવાનો દાવો કર્યો છે કે તેને લગાવતા જ 30 સેકન્ડમાં કોવિડ-19નો વાયરસ મરી જાય છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે આ મલમને અમેરિકી દવા રેગ્યુલેટરના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA)પાસેથી મંજૂરી મળી ગઈ છે. હવે તેને નોન પ્રિસ્ક્રિપ્શન ઓવર ધ કાઉન્ટર (OTC ointment) અંતર્ગત વેચી શકાય છે. કંપનીનો દાવો છે કે આ મલમ કોરોના વાયરસ સહિત અન્ય વાયરલ સંક્રમણને રોકવા, તેની સારવાર કરવા અને તેને મારવા સક્ષમ છે. આ મલમ કોરોના વાયરસને સમાપ્ત કરવાની ક્ષમતા રાખે છે. આ મલમને નાક પર લગાવીને કોરોના વાયરસથી બચાવી શકાય છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 24

    અમેરિકાની કંપનીએ બનાવ્યો નવો મલમ, નાક પર લગાવતા જ ખતમ થઈ જાય છે કોરોના

    અમેરિકા સિવાય લંડન સ્થિત લેબ વાયરોલોજી રિસર્ચ સર્વિસેસ લિમિટેડે (VRSL) OTC ointmentનું પરિક્ષણ કર્યું અને માહિતી સામે આવી કે કોરોના વાયરસ અને ઇન્ફ્લુએંજા એ વાયરસ (Influenza A virus)ને ખતમ કરવામાં ઘણો મદદગાર છે. આ મલમને બે મહિના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પછી USFDAથી એપ્રુવલ મળ્યું છે. (પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 34

    અમેરિકાની કંપનીએ બનાવ્યો નવો મલમ, નાક પર લગાવતા જ ખતમ થઈ જાય છે કોરોના

    Advanced Penetration Technology LLCના એક વરિષ્ઠ અધિકારીના મતે મોટાભાગના મામલામાં કોરોના વાયરસ શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. આ OTC ointmentને નાકમાં લગાવીને કોરોના વાયરસને શરીરમાં પ્રવેશ કરવાથી રોકી શકાય છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 44

    અમેરિકાની કંપનીએ બનાવ્યો નવો મલમ, નાક પર લગાવતા જ ખતમ થઈ જાય છે કોરોના

    કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે પ્રયોગશાળામાંથી મળેલા રિપોર્ટમાં સાબિત થયું છે કે ટી3એક્સ સારવાર (T3X treatment) દરમિયાન OTC ointment વાયરસને 30 સેકન્ડમાં મારી નાખે છે. Advanced Penetration Technology કંપનીના સંસ્થાપક ડૉ. બ્રાયન હ્યુબરે કહ્યું કે પરીક્ષણમાં આ મલમને લગાાવ્યા પછી સંક્રમણ ફેલાવનાર કોઈ વિષાણું જોવા મળ્યા ન હતા. આશા છે કે આ એક મહત્વપૂર્ણ શોધ સાબિત થશે, જે નાક દ્વારા કોરોના વાયરસને અંદર જવાની આશંકાને ઓછી કરશે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES