

ઇન્દોરઃ મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ઇન્દોરમાં (Indore) એક્ટિવા લઈને19 વર્ષીય એક યુવતી પોતાની લાઈનમાં ચાલી રહી હતી. પરંતુ આગળ ચાલી રહેલા એક્ટિવા (Activa accident) સવારે ઈન્ડિકેટર આપ્યા વગર પોતાનું એક્ટિવા વાળી દીધું હતું. જેના કારણે પાછળ આવતી યુવતીનું સંતુલન બગડતા રોડ ઉપર પટકાી હતી. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજ (CCTV footage) સામે આવ્યા છે.


સોમવારે ઇન્દોરમાં માર્ગ અકસ્માતમાં દુનિયાને અલવિદા કહેનાર 19 વર્ષીય વિદ્યાર્થિની તનિષ્ક સલૂજાના મોતનો સીસીટીવી ફૂટેઝ સામે આવ્યો છે. જેમાં એક્સીડેન્ટનું કારણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ ઘટના ઇન્દોરના તુકોગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરટીએસ રોડની છે.


જ્યાં સોમવારે એક્ટિવા ઉપર સવાર યુવતીને અન્ય ટુવ્હીલર ચાલકની બેદરકારીથી ગાડી ટર્ન લેવાતા સમયે ટક્કર લાગી હતી. જેના પગલે યુવતી રોડ ઉપર પટકાતા મોતને ભેટી હતી. માર્ગ અકસ્માત બાદ પોલીસે ઘટના સ્થળના સીસીટીવી કેમેરામાં ફૂટેજ તપાસ્યા હતા.


જેમાં જાણવા મળ્યું હતું કે અન્ય વાહનની બેદરકારીના કારણે વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. પોલીસે ટક્કર મારના ચાલક વિરુદ્ધ ગાડી નંબરના આધારે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. તુકોગંજ પોલીસ સ્ટેશન પ્રભારી કમલેશ શર્માએ જણાવ્યું હતું કે ઘરથી ઓફિસ જતા સમયે વાહન ચાલકે ઓવરટેક કરતા સમયે તનિષ્ક સલૂજા નામની વિદ્યાર્થિનીને ટક્કર મારી હતી.


વિદ્યાર્થિનીના આગળ જતા વાહન ચાલકે ઇન્ડિકેટર આપ્યા વગર ટર્ન લીધો હતો. જેના કારણે પાછળ આવી રહેલી તનિષ્ક સલૂજા નામની યુવતી ગાડી સ્લિપ થઈ ગઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થિનીનું મોથું ડિવાઈડર ઉપર ટકરાતા તેને ઈજા પહોંચી હતી. જેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી જોકે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. (તમામ તસવીરો આજતક)