

પંજાબના (Punjab) સંગરૂરમાં મંગળવારે સવારે એક દુખદ અકસ્માત (Accident) થયો. સંગરૂકનાં સુનામ રોડ પર ટ્રક સાથે અથડાયા બાદ એક કારમાં (fire in car) આગ લાગી ગઇ હતી. જેના કારણે કારમાં સવાર 5 લોકોનાં દુખદ મોત નીપજ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, આ પાંચ લોકો રિસેપ્શન પાર્ટીમાંથી પરત ફરી રહ્યાં હતા. (Photo: News18)


ઘટનાસ્થળના લોકોની માનીએ તો, આગ એટલી ભયાનક હતી કે, લોકોને બચાવી શકાયા પણ ન હતા. ગાડીમાં સેન્ટ્રલ લૉક હતું એટલે કોઇને બહાર કાઢી શકાયા ન હતા. કારની જે ટ્રક સાથે ટક્કર થઇ તેની ડિઝલ ટેન્ક લીક થવા લાગી હતી આ કારણે તેમા આગ લાગી ગઈ હતી.(Photo: News18)


મરનાર તમામ લોકો એક રિસેપ્શન પાર્ટીમાંથી પરત આવી રહ્યાં હતા. જે મોગા જિલ્લાનાં હતા. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ લોકો સંગરૂકનાં દિબડા તરફથી એક રિસેપ્શન પાર્ટીમાંથી પરત આવી રહ્યા હતા. આ અકસ્માતમાં ઓવરટેક કરવામાં ટક્કર વાગી ગઇ હતી. જે બાદ કારમાં આગ લાગવાથી આ કરૂણ અકસ્માત થયો હતો.(Photo: News18)


સેન્ટર લૉક હોવાને કારણે કારમાં રહેલા લોકો દરવાજો ખોલી શક્યા ન હતા અને તેમના કરૂણ મોત નીપજ્યા હતા.(Photo: News18)