ઇન્દોરઃ અત્યારે નાનાથી લઈને મોટા લોકોમાં સેલ્ફી (Selfie) પાડવાનો ક્રેઝ (selfie crazy people) જબરદસ્ત જોવા મળે છે. ગમે તે સ્થળે સેલ્ફી લેવા લાગે છે. જોકે, ક્યારેક સેલ્ફીની લ્હાયમાં લોકો પોતાનો જીવ ગુમાવતા હોવાની કરુણ ઘટનાઓ પણ બનતી હોય છે. આવી જ એક ઘટના મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ઇન્દોરમાં (Indore) બની છે. અહીં કરવા ચોથ (karwa chauth) બાદ એક પરિવાર ફરવા માટે ઇન્દોરથી ખરગોન જામઘાટ ગયો હતો. જ્યાં મહિલાનો સેલ્ફી લેતા સમયે પગ લપશ્યો હતો અને તે 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપડ્યું હતું. છ કલ્કાની ભારે મહેનત બાદ લાશને ખીણમાંથી બહાર કાઢવામાં આવી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે જામગેટ ફરવા ગયા બાદ ગેટથી થોડા નીચે ઘાટ સેક્શનમાં સેલ્ફી લેવા માટે તેઓ રોકાયા હતા. ઘાટના કિનારા ઉપર સેલ્ફી લેતા સમયે નીતૂનો પગ લપશ્યો હતો. તે 800 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. જેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ જોઈને પતિના હોશ ઉડી ગયા હતા. નીતૂની ચીસો સાંભળીને લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા.