નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશ (Narendra Modi) અને વિદેશમાં મોટાભાગના લોકો પસંદ કર્યા હતા. તેમના પ્રતિ આ લોકોના ભાવ પણ વધારે છે. આવી જ એક વૃદ્ધ મહિલા ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મૈનપુરીમાં (Manipuri) છે. જેમની ઉંમર 85 વર્ષની છે. તેમનું નામમ છે બિટ્ટન દેવી છે. તેઓ પોતાની બધી જ જમીન સંપત્તી (Land property) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) નામે કરવા માંગે છે. આ માટે તેઓ બુધવારે મૈનપુરીના એક વકીલને પીએમ નરેન્દ્ર મોદીના નામે જમીન ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું. આ વાત સાંભળીને તેઓ ચોંકી ગયા હતા. આ પાછળ વૃદ્ધ બિટ્ટન દેવીએ ભાવુક કારણ આપ્યું હતું.
ન્યૂઝ એજન્સી PTI પ્રમાણે 85 વર્ષની બિટ્ટન દેવી કિશની વિકાસ ખંડના ચિતાયન ગામની રહેવાશી છે. તેમની પાસે આશરે સાડા 12 વિઘા જમીન છે. મીડિયા રીપોર્ટ પ્રમાણે તેઓ બુધવારે અચાનક મૈનપુરીના વકિલ કૃષ્ણ પ્રતાપ સિંહની ચેમ્બરમાં ગઈ હતી. તેમણે વકિલ સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ પોતાની બધી જમીન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ઉપર કરવા માંગે છે.