ન્યૂઝ18 ગુજરાતી : નરેન્દ્ર મોદી 30મી મેના રોજ વડાપ્રધાન પદના શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર આ સમારંભમાં 6500 જેટલા મહેમાનો હાજર રહેવાની આશા છે. જે લોકો સમારંભમાં હાજર રહેશે તેમાં દેશ-વિદેશની હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. વિપક્ષના મોટા નેતા, તમામ રાજ્યના મુખ્યમંત્રી, તમામ રાજ્યના રાજ્યપાલો અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ તેમજ સાંસદો સહિતના લોકો આ સમારંભમાં હાજર રહેશે. પૂર્વ વડાપ્રધાનો તેમજ પૂર્વ રાષ્ટ્રપતિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
સાંજે સાત વાગ્યે આ કાર્યક્રમ શરૂ થશે. કાર્યક્રમ પૂરો થયા બાદ આશરે 600 લોકોને રાષ્ટ્રપતિ ભવનમાં 'હાઇ ટી' માટે આમંત્રિત કરવામાં આવશે. અન્ય લોકો માટે ખાવા-પીવાની વ્યવસ્થા બહારના પ્રાંગણમાં કરવામાં આવશે. હાઇ ટીમાં રાજભોગ અને સમોસા સહિતના વ્યંજનો હશે. જે બાદમાં ડીનસમાં શાકાહરી અને માંસાહરી પકવાન પીરસવામાં આવશે.