નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ને કારણે દેશમાં 21 દિવસનું લૉકડાઉન (Lockdown)છે. આ લૉકડાઉન 14મી એપ્રિલના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. આથી દરેકના મનમાં એક સવાલ છે કે 21 દિવસ પૂર્ણ થયા બાદ શું થશે. આ અંગે વિવિધ સંસ્થા, ઉદ્યોગો, ડૉક્ટરો, પોલીસી ઘડનારાઓ અંગે ચર્ચા ચાલી રહી છે. ઉદ્યોગ જૂથો, રાજકીય નેતાઓ, વિચારકો અને નીતિઓ ઘડનારાઓ સાથે ચર્ચા વિચારણ કર્યા બાદ લૉકડાઉનને હટાવવા માટે ચાર અઠવાડિયાના તબક્કાની વિચારણા (4 week lockdown lifting process) કરવામાં આવી રહી છે. જે નીચે પ્રમાણે હોઈ શકે છે. (નોંધ : આ અંગે કોઈ જ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ વાત વિચારણા હેઠળ છે)