અલીગઢના (Aligarh) મોહલ્લા કુંવર નગરમાં સોમવારે લગ્નના 20 દિવસ બાદ યુવકે ફાંસો ખાઈને આત્મહત્યા (suicide) કરી લીધી હતી. યુવકને એક મહિલા સાથે પ્રેમ હતો જેનો પરિવારજનોએ વિરોધ કર્યો હતો. જેના પગલે યુવકે અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે (Police) લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. (પ્રતિકાત્મક તસવીર)
કુંવર નગર નિવાસી 25 વર્ષીય પ્રેમ કિશોર સુથારી કામ કરતો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રેમ કિશોરને પોતાના વિસ્તારની એક મહિલા સાથે પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતા. આ અંગે પરિવારજનોને જાણ થતાં તેના પ્રેમનો વિરોધ કરવાનું શરું કર્યું હતું. રવિવારની રાત્રે પ્રેમ કિશોરનો પરિવાર સાથે ઝઘડો થયોહતો. રોજની જેમ તેરાત્રે ઘર ઉપરના રૂમમાં ઊંઘવા જતો રહ્યો હતો. જ્યાં મોડી રાત્રે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. (પ્રતિકાત્મક તસવીર)
સોમવારે સવારે મોડા સુધી નીચે ન આવતા પરિવારના સભ્યો ઉપર જઈને તપાસ કરતા પ્રેમ કિશોર લટકતી હાલતમાં મળ્યો હતો. પરિવારે પોલીસને જાણ કર્યાવગર જ પ્રેમ કિશોરના અંતિમ સંસ્કાર કરવા માટે લાશને સ્મશાનને લઈ ગયા હતા. જ્યાં પોલીસ પહોંચીને તેની લાશનોકબજો લીધો હતો. અને પોસ્ટ માર્ટમ માટે મોકલી આપ્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)