કુલ્લૂ : હિમાચલ પ્રદેશના (himachal pradesh)કુલ્લૂમાં (kullu)મોટી બસ દુર્ઘટના સામે આવી છે. સોમવારે સવારે સૈજ ઘાટીમાં એક બસ ખીણમાં (bus accident)ખાબકી છે. જેમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. આ બસ સૈજ ઘાટીના શેંસરથી સૈજ તરફ જઈ રહી હતી તે દરમિયાન જંગલા નામના સ્થળે આ ઘટના બની હતી. બતાવવામાં આવી રહ્યું છે કે બસમાં સ્થાનીય લોકો સાથે સ્કૂલના બાળકો પણ સવાર હતા. જે સૈજ સ્કૂલ તરફ જઈ રહ્યા હતા.
પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ - આ દુર્ઘટના પર પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં થયેલી બસ દુર્ઘટના દિલ કંપાવી દે તેવી છે. આ દુખના સમયમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. મને આશા છે કે જે ઇજાગ્રસ્ત થયા છે તે જલ્દી સ્વસ્થ બની જશે. સ્થાનીય પ્રશાસન પ્રભાવિત લોકોને દરેક પ્રકારની મદદ પહોંચાડી રહ્યું છે.
બસ દુર્ઘટના પર હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુરે દુખ વ્યક્ત કર્યું છે. મૃતકોના પરિવારને 5-5 લાખ રૂપિયાની સહાચ અને ઇજાગ્રસ્તોને 15-15 હજાર રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. સીએમે કહ્યું કે દુર્ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે મૃતકોના પરિવારજનો પ્રત્યે તેમની સંવેદના છે અને ઇજાગ્રસ્તોના જલ્દી સ્વાસ્થ્ય લાભની કામના કરે છે.