

આ કોઇ મંદિર કે સુંદર ઘરની તસવીરો નથી. આ તસવીર છે, એક જેલની. અને જેલ પર આટલા સુંદર ચિત્રો સાથે તેનો કાયાકલ્પ કરનાર છે એક કેદી જેનું નામ સાધુરામ છે. સાધુરામ અહીં એનડીપીએસ મામલમાં 12 વર્ષની સજા કાપી ચૂક્યો છે. કેદી સાધુરામને જ્યારે જેલમાં તેની રુચિ પુછવામાં આવી તો તેણે પેન્ટિંગ કહ્યું હતું. તે પછી જેલ પ્રશાસને તેના પર ભરોસો મૂક્યો અને તેને રંગ અને બ્રશની સુવિધા આપી છે.


સાધુરામે જેલ પ્રશાસનના આ ભરોસા પર સાચો ઉતરીને જેલની કાયા જ પટલી દીધી છે. તેણે પોતાના હુનરથી બે વર્ષમાં જેલની તેવી સેકડો પેન્ટિંગ બનાવી છે જે અદ્ધભૂત છે. અને આજે આજ કારણે આ જેલ બાકી બધા કરતા એકદમ અનૂઠી અને સુંદર દેખાય છે. અહીંથી પસાર થતા લોકો પણ આ જેલને જોઇને અચંભિત રહી જાય છે.


સાધુરામે જે મહેનતથી આ સુંદર ચિત્રો બનાવ્યા છે તેનાથી જેલના અન્ય કેદી પણ પ્રભાવિત થયા છે. ગત બે વર્ષની અવધિમાં તેણે અન્ય પંદર કેદીઓને પેન્ટિંગ બનાવતા શીખવ્યું છે. જે લોકે પણ સાધુરામના પેન્ટિંગમાં તેને મદદ કરે છે.


કેદી સાધુરામ અને અન્ય કેદીઓ અહીં ધાર્મિક પેંટિગ્સ બનાવવા સિવાય શિવાજી, મહારાણા પ્રતાપ જેવા ઐતિહાસિક પાત્રોને જીવંત ચિત્રો પણ જેલની દીવાર પર બનાવી રહ્યા છે.


ઉદયપુરની જેલમાં કેદી સાધુરામે જનસહભાગિતાથી પેન્ટિંગનો સામાન આપવામાં આવે છએ. અને તે માટે લગભગ સાડે સાત લાખ રૂપિયા ખર્ચ આવ્યો હતો.


જેલ પ્રબંધનના સહયોગના કારણે કેદી નંબર 259 સાધુરામે ના ખાલી આ જેલની તસવીર બદલી છે પણ તેની જેલની બહાર ગયા પછી પોતાની રોજીરોટીનું સાધન બનાવવા પણ માંગે છે. નોંધનીય છે કે જેલમાં અનેક વાર કેદીઓને નવજીવન મળે છે. જેલ પ્રશાસન તે લોકોની અંદર રહેલી સારપને શોધીને તેમને જીવવાની એક નવી રાહ આપે છે. ત્યારે અહીં પણ આજ રીતે જેલ પ્રશાસનની મદદથી એક કેદીને નવું જીવન મળ્યું છે. અને તે કળા અને સર્જનની રાહ પર આગળ વધી રહ્યો છે.